ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Bajaj Pulsar ના ફેન્સ માટે ગુડ ન્યુઝ, નવા વેરિઅન્ટમાં મળશે કમાલના ફીચર્સ, જાણો કિંમત

ઓટો / Bajaj Pulsar ના ફેન્સ માટે ગુડ ન્યુઝ, નવા વેરિઅન્ટમાં મળશે કમાલના ફીચર્સ, જાણો કિંમત

Published By: Nirav Kumar

Last Updated: 08:16 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજાજનું નવું પલ્સર લોન્ચ થયું છે. જેમાં પલ્સર N160 રેન્જમાં એક નવું વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલો તેના ફીચર્સ અને કિંમત વિષે જાણીએ.

ADVERTISEMENT

બજાજ પલ્સરના ફેંસ માટે સારા સમાચાર આવ્યા છે. આ કંપનીએ તેની લોકપ્રિય પલ્સર N160 રેન્જમાં એક નવું વેરિઅન્ટ રજૂ કર્યું છે. નવા વેરિઅન્ટમાં ગોલ્ડ USD ફોર્ક્સ, ABS ટેકનોલોજી, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, અને LED પ્રોજેક્ટર હેડલાઇટ, USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ અને સિંગલ-પીસ સીટ સેટઅપ આવે છે

new variantજેમાં કંપનીનો દાવો છે કે આ બાઇક " કોન્ફીડેંટ હેન્ડલિંગ અને કોમ્ફર્ટેબલ ડેઇલી સવારી" આપશે. કંપની આ બાઇકને સ્પોર્ટી પર્ફોર્મન્સ, કોન્ફીડેંટ બ્રેકિંગ અને પ્રીમિયમ સ્ટાઇલનું કોમ્બિનેશન તરીકે છે. જેની કિંમત 1.22 લાખ રૂપિયા છે.

  • આ સુવિધાઓ મળશે

આ બાઈકમાં ગોલ્ડ-કલર USD ફોર્ક્સ, ડ્યુઅલ-ચેનલ ABS, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, LED પ્રોજેક્ટર હેડલાઇટ, USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, સિંગલ-પીસ સીટ જેવી સુવિધા મળશે. આ સિવાય તેમાં બીજો કોઈ મોટા ફેરફારો નથી. તે પર્લ મેટાલિક વ્હાઇટ, રેસિંગ રેડ, ગ્રે અને બ્રુકલિન બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એ જ છે

VTV DIGITAL
  • એન્જિન અને પર્ફોમન્સ

નવા પલ્સર N160 મોડેલના મુખ્ય મિકેનિકલ સ્પેસિફિકેશન યથાવત છે. તેમાં 164.82 cc સિંગલ-સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ એન્જિન છે જે 15.7 bhp અને 14.65 Nm ટોર્ક પેદા કરે છે. આ એન્જિન 5-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.

આ સિવાય 17-ઇંચ એલોય વ્હીલ્સ, આગળ અને પાછળ સિંગલ ડિસ્ક બ્રેક્સ અને ડ્યુઅલ-ચેનલ ABS આપવામાં આવ્યા છે. જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં નેગેટિવ LCD ડિસ્પ્લે આવે છે. તેના ટોપના વેરિઅન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને વિવિધ રાઇડ મોડ્સ પણ છે. ટાંકી પર USB ચાર્જર પણ ઉપલબ્ધ છે.

વધુ વાંચો : આ દિવસે આવી રહી છે ટાટાની સૌથી સસ્તી કાર, કિંમત જાણીને ખરીદવા દોડશો, 4 સ્ટાર સેફ્ટી

ઉલ્લેખનીય છે કે, બજાજ ઓટોએ તાજેતરમાં તેની ફ્લેગશિપ નેકેડ મોટરસાઇકલ, બજાજ પલ્સર NS400Z નું નવું વર્ઝન લોન્ચ કર્યું હતું. જેમાં આ નવું વર્ઝન 349 cc એન્જિન દ્વારા ચાલે છે. અપડેટ બાઇકને 18% GST બ્રેકેટમાં લાવે છે જેના લીધે કિંમતમાં ઘટાડો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bike Features Bajaj Pulsar Pulsar N160

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ