બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Bad Cholesterol 5 symptoms start appearing on skin
હાઈ કોલેસ્ટ્રોલના કારણે ગંભીર જીવલેણ બીમારીઓ થઈ શકે છે. તેના કારણે હાર્ટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક જેવી ખતકનાક સ્થિતિ બની શકે છે. જે જીવનું જોખમ પણ ઉભુ કરે છે. આ એક સાઈલેન્ટ કિલરની જેમ શરીરમાં પ્રવેશ કરે છે જેને જો તમે સમય રહેતા ઓળખી લો અને મેડિકેશન શરૂ કરી કરી દો તો ખતરો ટળી શકે છે.
ADVERTISEMENT

આમ તો કોલેસ્ટ્રોલને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને સરળતાથી ઠીક કરી શકાય છે. પરંતુ તેના લક્ષણ મોટાભાગે ડોક્ટરની તપાસ બાદ જ ખબર પડે છે. જો તમે સતર્ક રહો અને સ્કીન પર આવી રહેલા અમુક ફેરફાર પર નજર કરો તો આ લક્ષણોની મદદથી તમે ગંભીર સમસ્યાને ટાળી શકો છો.
ADVERTISEMENT
સ્કીન પર દેખાવા લાગે છે આ લક્ષણ
ઘણી વખત જ્યારે કોલેસ્ટ્રોલ બ્લડસ્ટ્રીમમાં ખૂબ વધારે સર્કુલેટ કરે છે તો સ્કીનની નીચે ફેટ ડિપોઝિટ કરવા લાગે છે જેનાથી ફેટથી ભરેલા પીળા અને ઓરેન્જ રંગના દાણા સ્કીન પર જોવા મળે છે.
આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેના કારણે સ્કીન પર હાજર નાના નાના બ્લડ વેસલ્સ એટલે કે કેપિલરીઝમાં બ્લોકેજ કરવા લાગે છે અને સ્કીનમાં ઓક્સીજનનો સપ્લાય સારી રીતે નથી થઈ શકતો. આ કારણે સ્કીનની ઉપરની સપાટીનો રંગ બદલાવવા લાગે છે. તેને સોરાયસિસ પણ કહેવાય છે.
ADVERTISEMENT
.jpg)
નસોમાં બ્લોકેજ
હાઈ કોલેસ્ટ્રોલના કારણે ઘણી વખત મોટી મુશ્કેલીઓ થઈ શકે છે. આ સ્થિતિને કોલેસ્ટ્રોલ એમ્બોલિઝ્મ પણ કહેવાય છે. તેના કારણે કોલેસ્ટ્રોલના ક્રિસ્ટલ તૂટીને વેન્સમાં ફસાઈ જાય છે. જેનાથી નસોમાં બ્લોકેજ આવી શકે છે અને સ્કીનમાં અલ્સર જેવી સમસ્યા થઈ જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો દરરોજ સવારે પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ
તેના કારણે પગમાં અલ્સર, સ્કિન ડિસ્કલરેશન, બ્લૂ કે પર્સપલ રંગના અંગુઠા થઈ જવા જેવા લક્ષણ જોવા મળે છે. એવા લક્ષણ જો તમારા સ્કીન પર પણ જોવા મળી રહ્યા છો તો તમે તરત ડોર્ટરનો સંપર્ક કરો અને લિપિડ પ્રોફાઈલિંગ કરાવો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.