બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fat cutter drink intake every morning empty stomach for weight loss

વેઈટ લોસ ટિપ્સ / તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો દરરોજ સવારે પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ

Arohi

Last Updated: 12:29 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fat Cutter Drink: વજન ઓછુ કરવા માંગતા વ્યક્તિ માટે સ્ટ્રિક્ટ ડાયેટ અને વર્કઆઉટ રૂટીન ફોલો કરવું ક્યારેક ક્યારેક સંભવ નથી હોતુ પરંતુ અમુક સરળ ઉપાયથી આ કામ કરી શકાય છે.

દરેક લોકો માટે શક્ય નથી હોતું કે તે સવાર સાંજ ચાલવા જાય કે જીમમાં કલાકો સુધી એક્સરસાઈઝ કરે. આ ઉપરાંત દરેક લોકો સેલિબ્રિટીઝની જેમ ચોવીસ કલાક ડાઈટીશિયનની નજર હેઠળ ન રહી શકે. એવામાં જો તમે સરળતાથી વજન ઓછુ કરવા માંગો છો તો સવારે ઉઠીને અમુક ખાસ ડ્રિંક્સ પીવાનું શરૂ કરી દો. 

ફેટ કટર ડ્રિંક્સ 
ટી 

ગ્રીન ટીને હંમેશા દૂધ અને ખાંડ વાળી ચા કરતા સારો ઓપ્શન માનવામાં આવે છે. માટે તેને દરરોજ સવારે ખાલી પેટે પીવાથી તમે ફિટ રહી શકો છો. તેનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ ગ્રીન ટી વજન ઓછુ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. 

લીંબૂ પાણી 
લીંબૂ પાણી વજન ઘટાડવાનો એક સારો રસ્તો છે. તેના માટે તમે સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબૂને નિચોવીને અને બ્લેક સોલ્ટ સાથે મિક્સ કરીને પીવો. નિયમિત રીતે આમ કરવાથી વજન ઘણી હદ સુધી ઓછી થઈ જશે. 

અજમાનું પાણી 
અજમો એક એવો મસાલો છે જે ભારતીય કિચનમાં સરળતાથી મળી જાય છે. તેને કેરમ સીડ્સ પણ કહે છે. તેને ખાવાથી મેટાબોલિઝમ રેટ વધી જાય છે જેના કારણે વજન ઓછુ કરવામાં મદદ મળી જાય છે. તમે એક ગ્લાસ પાણીમાં અજમો નાખીને આખી રાત પલાડીને મુકી દો અને સવારે તેને ગાળીને પી લો. 

વધુ વાંચો: રોટલી બનાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, પરિવારના સ્વાસ્થ્ય માટે બનશે હાનિકારક

વરીયાળીનું પાણી 
વરીયાળીને મોટાભાગે ભોજન કર્યા બાદ ખાવામાં આવે છે. કારણ કે તેનો ઉપયોગ નેચરલ માઉથ ફ્રેશનરની રીતે થાય છે. તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળીને મિક્સ કરીદો અને આખી રાત તેને પલાળી રાખો. સવારે તેને ગાળીને પી લો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Fat Cutter Drink health tips stomach weight loss વેટલોસ સ્વાસ્થ્ય Weight Loss Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ