બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ayurvedic remedies to control cough and remove mucus before without allopathic medicine
Last Updated: 12:29 PM, 5 March 2024
ઋતુ બદલાય તો રૂટીન, કપડા, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી છે. અનેક લોકો આ બાબતને ગંભીરતાથી લે છે અને ફેરફાર પણ કરે છે. જે લોકો લાફસ્ટાઈલમાં ફેરફાર કરે છે, તેમને પરેશાની થતી રહે છે.
ADVERTISEMENT
ઠંડી હવાઓથી બચવું જરૂરી
વાતાવરણ બદલાય એટલે હુંફાળું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. ફ્રિજની વસ્તુઓનું સેવન ના કરવું. શિયાળામાં પ્રદૂષણ વધી જાય છે, જેથી અસ્થમા અને એલર્જીના દર્દીઓને ખાંસીના સમસ્યા થાય છે. વાતાવરણ બદલાવાને કારણે ઈમ્યૂનિટી નબળી પડી જાય છે, તેમ છતાં લોકો તળેલી અને ઠંડી વસ્તુ ખાય છે. જેના કારણે ખાંસી થવા લાગે છે, જેના કારણે શ્વાસનળીમાં સોજો આવી જાય છે.
ADVERTISEMENT
એલર્જીના કારણે ખાંસી
એલર્જીના કારણે ખાંસી કોઈપણ ઋતુમાં થઈ શકે છે. જેના કારણે કફવાળી ખાંસી, વારંવાર છીંક અને નાકમાંથી પાણી નીકળવા લાગે છે. કોઈ ખાસ પ્રકારની ગંધ, ધૂળ, ફૂલમાં રહેલ પરાગ કણ, નવા કપડાંની સ્મેલને કારણે પણ એલર્જી થઈ શકે છે. જે જગ્યાએ આ પ્રકારની ગંધ આવતી હોય ત્યાંથી દૂર થઈ જાવ તો ખાંસી રૂકી જાય છે.
માત્ર ખાંસી હોય તો શું કરવું
માત્ર ખાંસી હોય તો સમજી જવું જોઈએ કે, ઈન્ફેક્શન થયું નથી. બેક્ટેરિયા અને વાયરસ શરીરની અંદર પહોંચી શક્યા નથી. ઈમ્યુનિટી મજબૂત હોવાને કારણે વધુ તકલીફ થઈ નથી.
ADVERTISEMENT
ખાંસી અને તાવ હોય તો શું કરવું
ખાંસીની સાથે સાથે તાવ પણ હોય તો શ્વાસનળી અથવા ફેંફસામાં ઈન્ફેક્શન પણ થયું હોવાની શક્યતા રહેલી છે. 101 ડિગ્રી કરતા વધુ તાવ હોય અને 3 દિવસ કરતા દિવસ સુધી તાવ રહે તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી અને ઈલાજ કરાવવો. સામાન્ય ખાંસી અને 100 કરતા ઓછો તાવ હોય તો 3 દિવસ સુધી ઘરેલુ ઉપાય કરી શકો છો.
એલોપેથી
ખાંસી શરૂ થાય તેના 72 કલાક સુધી એન્ટીબાયોટિક અથવા એન્ટીએલર્જી દવાનું સેવન ના કરવું. નહીંતર છાતીમાં કફ જમા થઈ શકે છે. જો તમે અસ્થમા, ટીબી અથવા શ્વાસની બિમારીના દર્દી છો તો આયુર્વેદની સાથે મોડર્ન મેડિસિન લઈ શકો છો. .
ADVERTISEMENT
ખાંસી હોય તો સવારે ઉઠીને શું કરવું?
ADVERTISEMENT
વધુ વાંચો: વધારે પડતું વિટામિન પણ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઓવરડોઝમાં તો જીવ પણ જઇ શકે!
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.