ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / vitamin d overdose can be harmful for health know its disadvantage

હેલ્થ એલર્ટ / વધારે પડતું વિટામિન પણ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઓવરડોઝમાં તો જીવ પણ જઇ શકે!

Published By: Vikram Mehta

Last Updated: 11:40 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામીનની ઊણપને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે. ધણા લોકો વિટામીનનો ઓવરડોઝ લે છે, જે હેલ્થ માટે જોખમી માનવામાં આવે છે. વિટામીનનો ઓવરડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

હેલ્ધી બોડી માટે વિટામીન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વિટામીનની ઊણપને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે. ધણા લોકો વિટામીનનો ઓવરડોઝ લે છે, જે હેલ્થ માટે જોખમી માનવામાં આવે છે. વિટામીનનો ઓવરડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં આવેલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, લંડનમાં એક વૃદ્ધ વ્યક્તિએ વિટામીન ડીનો ઓવરડોઝ લેતા તેમનું મૃત્યુ થયું છે. વિટામીન ડીના ઓવરડોઝથી શરીરને શું નુકસાન થઈ શકે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વિટામીન ડીના ઓવરડોઝથી નુકસાન
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર વિટામીન ડીના ઓવરડોઝથી શરીરમાં વિષાક્ત પદાર્થ વધવા લાગે છે. વિટામીન ડીનું પ્રમાણ વધવાને કારણે શરીરમાં હાઈપરવિટામિનોસિસ થાય છે, જેના કારણે શરીરમાં અલગ અલગ પ્રકારની તકલીફ થવા લાગે છે. એક વર્ષ સુધીના બાળકોને દૈનિક ધોરણે 400 યૂનિટ IU વિટામીન ડી આપવું જોઈએ. એક વર્ષથી 70 વર્ષ સુધીના વ્યક્તિઓને દૈનિક ધોરણે 600 યૂનિટ IU વિટામીન ડી આપવું જોઈએ. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને વ્યક્તિઓને દૈનિક ધોરણે 600 યૂનિટ IU વિટામીન ડી આપવું જોઈએ. જો વધુ પ્રમાણમાં વિટામીન ડી આપવામાં આવે તો ગંભીર બિમારીઓ થઈ શકે છે. 

 રિસર્ચ
તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, વિટામીન ડીના ઓવરડોઝથી વ્યક્તિને વધુ ભૂખ લાગતી નથી. ઉલ્ટી થાય છે, મળત્યાગ અનિયમિત થવા લાગે છે. બ્રેઈન પર ગંભીર અસર થાય છે. ડિપ્રેશનની પરિસ્થિતિ ઊભી થાય છે. વધુ માત્રામાં વિટામીન ડીના કારણે વ્યક્તિ કોમામાં સરી પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
 
વિટામીન ડીની આપૂર્તિ કેવી રીતે કરવી?
નેચરલી વિટામીન ડી લઈ શકતા નથી તો તમે ડાયટમાં વિટામીન ડીયુક્ત આહાર શામેલ કરી શકો છો. ડેરી પ્રોડક્ટ્સ, સંતરાનો રસ, સોયા, દૂધ, માછલી, પનીર અને ઈંડાનું સેવન કરવાથી શરીરમાં વિટામીન ડીની આપૂર્તિ થાય છે. 

વધુ વાંચો: યુવાન વયમાં આવી ગયા છે સફેદ વાળ? આ ઘરેલુ નુસ્ખા કાળા હેર સાથે બચાવશે પૈસા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Vitamin D Dose health news in Gujarati vitamin d overdose vitamin d overdose disadvantage વિટામીન ડી વિટામીન ડી ઓવરડોઝ વિટામીન ડી બેનેફિટ્સ Vitamin D Dose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ