બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Assembly election results of four states have been declared. In which BJP got 115 seats in Rajasthan while BJP got 163 seats in Madhya Pradesh

ચૂંટણી પરિણામ / 4 રાજ્યોનું ફાઈનલ પરિણામ જાહેર, 3માં ભાજપ તો 1માં કોંગ્રેસનો હાથ કર્યો મજબૂત, જુઓ કઈ પાર્ટીએ કેટલી બેઠકો કરી કબજે

Dinesh

Last Updated: 11:19 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 54 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને 35 બેઠક મળી છે, મધ્ય પ્રદેશમાં ભાજપને 163 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 66 બેઠક મળી છે

  • ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર
  • રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક મળી
  • મધ્ય પ્રદેશમાં ભાજપને 163 બેઠક મળી


Assembly election 2023: આજે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવી ગયા છે. જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી રહી છે. જ્યારે તેલગણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે, જો કે, વિગતે જણાવીએ તો છત્તીસગઢમાં ભાજપના ખાતામાં 54 બેઠકો ગઈ છે જ્યારે કોંગ્રેસને 35 બેઠક મળી છે અને અન્યના ખાતામાં 1 છે. મધ્ય પ્રદેશમાં ભાજપને 163 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 66 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં 1 બેઠક ગઈ છે. રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 69 અને આઈ એન ડીને 8 તેમજ અન્યને 3 બેઠક મળી છે. તેલંગણામાં કોગ્રેસને 64 અને બી એચ આર એસને 39 તેમજ ભાજપને 8 જ્યારે એ આઈ એમ આઈ એમને 7 બેઠક મળી છે જ્યારે અન્યના ખાતામાં એક બેઠક ગઈ છે. 

છત્તીસગઢમાં ભાજપની મહાજીત
 છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાસંલ કરી છે. અહીં બીજેપીને 54 સીટો મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 35 સીટો પર આવી છે. રાજ્યમાં જ બહુમતનો આંકડો 46 છે. આ રીતે છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. માઓવાદી પ્રભાવિત રાજ્ય રાજકીય દૃષ્ટિકોણથી હંમેશા મહત્વનું રહ્યું છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પરિણામ લોકસભાની ચૂંટણી પહેલા જનતાનો મૂડ પણ જણાવશે. છેલ્લા 5 વર્ષથી અહીં કોંગ્રેસની સરકાર હતી, જેની મુખ્ય સ્પર્ધા ભાજપ સાથે હતી.

તેલંગણામાં કટિપલ્લી વેંકટ ચર્ચામાં
ઉત્તર તેલંગાણામાં કામરેડ્ડી સીટ માટે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પછી રેવંત રેડ્ડીના પ્રવેશને કારણે સમાચારમાં હતા. બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની હરીફાઈમાં અહીંથી બીજેપી ઉમેદવાર કટિપલ્લી વેંકટ રમન રેડ્ડીની જીત થઈ છે. તેમણે વર્તમાન સીએમ કેસીઆરને ત્રણ હજારથી વધુ મતોથી હરાવ્યા છે, જ્યારે રેવન્ત રેડ્ડી આ બેઠક પર ત્રીજા સ્થાને રહ્યા છે. 2018ની ચૂંટણીમાં BRS ઉમેદવાર ગમ્પા ગોરવધને આ સીટ જીતી હતી. અગાઉ 2014ની ચૂંટણીમાં પણ અહીંથી કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ 2023માં ભાજપે આ બેઠક પર કબજો કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ