ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Arattai નો વધતો ક્રેઝ, આનંદ મહિન્દ્રા સહિત અનેક ઉદ્યોગપતિઓએ ડાઉનલોડ કર્યું

ટેક / Arattai નો વધતો ક્રેઝ, આનંદ મહિન્દ્રા સહિત અનેક ઉદ્યોગપતિઓએ ડાઉનલોડ કર્યું

Published By: Nirav Kumar

Last Updated: 10:49 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વદેશી મેસેજિંગ એપ Arattai ના સમર્થનમાં જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ કરતા, લોકો વચ્ચે પણ આ એપને લઇ એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે.

ADVERTISEMENT

ભારતની સ્વદેશી મેસેજિંગ એપ Arattai નું સમર્થન ધીરે ધીરે વધી રહ્યું છે. પહેલા અમુક રાજનેતાઓએ આ મેસેજિંગ એપ વિશે પોસ્ટ કરી હતી. હવે જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે,  તેમને પણ તેમના ફોન પર Arattai ડાઉનલોડ કરી છે અને ગર્વથી તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, " "Downloaded Arattai…with pride". જેના પર આ એપના સ્થાપક શ્રીધર વેમ્બુએ રીપ્લાયમાં કહ્યું હતું કે, આનંદ મહિન્દ્રાનો સપોર્ટ તેમને વધારે પ્રેરિત કરી રહ્યો છે. તેમને જણાવ્યું કે, Tenkasi ઓફિસમાં Arattai એન્જિનિયરો સાથે એપને સુધારવા પર કામ કરી રહ્યા હતા ત્યારે જ એક ટીમ મેંબરે  તેમને આનંદ મહિન્દ્રાના ટ્વીટ વિશે માહિતી આપી હતી. રીપ્લાયમાં તેમને આનંદ મહિન્દ્રાને લખ્યું હતું કે, "Thank you, Anand Mahindra, this gives us even more determination".

તેની પર આનંદ મહિન્દ્રાએ ટ્વીટ ક્વોટ કરતા કહ્યું હતું કે,  "We’re cheering for you,". મહિન્દ્રાના આ ટ્વીટ એ દર્શાવતા હતા કે, તેઓ સ્વદેશી પહેલ માટે સંપૂર્ણ સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ નાના કન્વર્ઝેશનને લઇ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અનેક યુઝર્સે Arattaiના ફીચર્સ વખાણ કર્યા હતા.  

વધુ વાંચો : AIથી ઘરે બેઠાં મિનિટોમાં બનાવો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

  • Arattai ના ખાસ ફીચર્સ
    Arattai તેમના યુઝર્સને તેમનો મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટ, વીડિયો કોલ અને મીટિંગ્સનું આયોજન કરવાની પરમીશન આપે છે.  આ ફીચર Arattai એપ્લિકેશનની પ્રાઈવેસી કોન્સીયસ યુઝર્સમાં લોકપ્રિય બનાવી રહી છે. યુઝર્સ તેને પ્રાઈવેસી સંદર્ભમાં વોટ્સએપ અને બીજી મેસેજિંગ એપ્સ કરતાં વધુ સારી ગણાવી રહ્યા છે. જેમાં સિગ્નલ-લેવલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ડીસઅપીયર મેસેજ ફીચર અને ઇન-એપ ચેટ્સના સ્ક્રીનશોટ બ્લોક કરવા જેવા ફીચર્સ પણ યુઝર્સને પસંદ આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arattai Messaging App Anand Mahindra

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ