બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Anxiety Disorder: Having negative thoughts all day long? Make this lifestyle change to survive

ટિપ્સ / એન્ઝાઇટી ડિસઓર્ડર: આખો દિવસ નકારાત્મક વિચારો આવતા રહે છે? બચવા માટે લાઈફસ્ટાઇલમાં કરો આ બદલાવ

Megha

Last Updated: 03:29 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ પણ બાબતની ચિંતા સતત રહે તો તે તમારા રોજિંદાં જીવન અને સંબંધો પર પણ અસર કરી શકે છે. ચિંતા વધતાં તે અંતે એન્ઝાઇટી ડિસઓર્ડરમાં પરિવર્તિત થાય છે.

  • શરીરની તણાવભરી સ્થિતિને એન્ઝાઈટી કહી શકાય.
  • એન્ઝાઈટીની સ્થિતિમાં ગભરામણ થવા લાગે
  • એન્ઝાઈટી ડિસઓર્ડરની સ્થિતિ એ એક સામાન્ય માનસિક સમસ્યા છે

આપણે ઘણી વાર એન્ઝાઈટીને તણાવ અથવા ડિપ્રેશન સાથે જોડીએ છીએ પરંતુ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બંને વચ્ચે તફાવત છે. કોઈપણ બાબતમાં તણાવમાં રહેવું એ શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. કોઈ બાબતને કારણે શરીરની તણાવભરી સ્થિતિને એન્ઝાઈટી કહી શકાય. એન્ઝાઈટી ડિસઓર્ડર ઘણી વ્યક્તિમાં જોવા મળે છે. તેને મગજનો કોમન વિકાર ગણવામાં આવે છે. એન્ઝાઈટીની સ્થિતિમાં ગભરામણ થવા લાગે છે.


જો કોઈ પણ બાબતની ચિંતા સતત રહે તો તે તમારા પર હાવી થવા લાગે છે. આ સ્થિતિ તમારા રોજિંદાં જીવન અને સંબંધો પર પણ અસર કરી શકે છે. ચિંતા વધતાં તે અંતે એન્ઝાઇટી ડિસઓર્ડરમાં પરિવર્તિત થાય છે. એન્ઝાઈટી ડિસઓર્ડરની સ્થિતિ એ એક સામાન્ય માનસિક સમસ્યા છે, જેનાં લક્ષણો વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.


લક્ષણો
- વ્યક્તિને સતત નર્વસનેસ રહે છે.
- વ્યક્તિ હંમેશાં પોતાને તાણમાં અને શરીરમાં બેચેની અનુભવે છે.
- હંમેશાં નકારાત્મક વિચારો અને ભયની લાગણી રહે છે.
- એક જ સમસ્યા વિશે વારંવાર વિચારતા રહો.
- સારી ઊંઘ નથી આવતી કે ઊંઘમાં તકલીફ થાય છે.
- સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ ઝડપથી શ્વાસ લેવો અથવા ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડવી.
- હ્રદયમાં ગભરાહટ થવી, જીવ શાંત ન રહેવો એટલે કે આંતરિક શાંતિનો અભાવ.
- ઊબકા આવવા, ચક્કર આવવાં અને મોંમાં વારંવાર શુષ્કતા થવી.
- સામાન્ય સ્થિતિમાં પણ હાથ-પગ ઠંડા થવા, શરદી-પરસેવો કે કળતર થવું.
- કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં શાંત રહેવા માટે સક્ષમ ન હોવું.
- કોઈ પણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ હોવું.

વધુ વાંચો: મેન્ટલ હેલ્થ માટે ભયંકર સાબિત થશે અધૂરી ઊંઘ! જાણો બીમારીથી બચવા કેટલા કલાક સૂવું જરૂરી

લાઇફસ્ટાઇલ બદલો
- ફિઝિકલ એક્ટિવિટી અથવા વર્કઆઉટ કરતાં રહેવું જોઈએ.
- તમારી દિનચર્યા એવી રીતે રાખો કે તમે કોઈ પણ પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત જ હો.
- તમારી ઊંઘને પ્રાથમિકતા આપો અને તેને જ પ્રાથમિકતા બનાવો. દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ લો.
- સ્વસ્થ શરીર અને મન માટે સારો અને સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે.
- તમે તમારા આહારમાં શાકભાજી, ફળો, આખાં અનાજ અને ઇંડાંનો સમાવેશ કરી શકો છો.
- આ સમસ્યા ચાલુ રહે તો પછી વિલંબ કર્યા વિના એક્સપર્ટની સલાહ લો.
- આ સમસ્યાને હળવાશથી લેઈને કોઈ પણ પ્રકારની ઘરગથ્થુ કે લોકમુખે સાંભળેલ નૂસખા અજમાવો નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips In Gujarati anxiety anxiety disorder health tips એન્ઝાઇટી ડિસઓર્ડર Anxiety Disorder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ