ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / anil Agrawal share struggle story of his life and inspired by his mother

ચમક્યા / કરકસર કરીને 'મા' 400 રૂપિયામાં મહિનો ચલાવતી હતી ઘર, દીકરાએ એક ઝાટકે કરી નાખ્યું આટલા કરોડનું દાન

Published By: Khyati

Last Updated: 12:41 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મૂળ સાથે સંકળાયેલા એક બિઝનેસમેન અનિલ અગ્રવાલે તેમની માતાને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત, શેર કરી સંઘર્ષની કહાની

ADVERTISEMENT

  • મુંબઇના ઉદ્યોગપતિનું સંઘર્ષમય જીવન
  • વેદાંત ગ્રુના વડા અનિલ અગ્રવાલની સંઘર્ષ કથા
  • 400 રુપિયામાં માતા 4 બાળકોને ઉછેરતી

બિહારના મૂળ સાથે સંકળાયેલા એક બિઝનેસમેન, જેમણે મુંબઈ આવીને પોતાનું ભાગ્ય જાતે લખ્યું. જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમની માતા 400 રૂપિયામાં 4 બાળકોનો ઉછેર કરતી હતી. દેશના મેટલ અને એનર્જી સેક્ટરના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીના એક વેદાંત ગ્રુપના વડા અનિલ અગ્રવાલ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. 19 વર્ષની ઉંમરે, તેઓ બિહારના પટનાથી મુંબઈ આવ્યા અને એક નાની દુકાનથી તેમની કારકિર્દીની શરૂઆત કરી અને આજે તેઓ આટલા મોટા ઔદ્યોગિક જૂથના વડા છે. પરંતુ તેમનું જીવન ઘણું જ રસાકસી ભર્યુ રહ્યુ હતું. ત્યારે આવો જાણીએ તેમના સંઘર્ષમય જીવન વિશે 

માતા 400 રૂપિયામાં 4 બાળકોને ઉછેરતી હતી

અનિલ અગ્રવાલે ટ્વિટર પર પોતાની માતાના બલિદાનની કહાની શેર કરી હતી. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે  "મા, તમારા બલિદાનથી મારા બાળપણને પાણી મળ્યું અને મને મારા સપના પૂરા કરવાની તક આપી. તે સમયે તમને 4 બાળકોને ખવડાવવાના માત્ર 400 રૂપિયા મળતા હતા, પરંતુ તમે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે અમારા બધાનું પેટ ભરાઈ ગયું છે કે નહી.  હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું હજી પણ તમારી સાથે રહું છું અને તમે મને દરરોજ પ્રેરણા આપો છો.

 

150 કરોડથી વધુનું દાન કર્યું

અનિલ અગ્રવાલ આજે  મોટા ઉદ્યોગપતિ છે.  કરોડો રૂપિયાના માલિક છે. પરંતુ મધ્યમ વર્ગના મૂલ્યો તેમના જીવન સાથે જોડાયેલા રહ્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, તેમણે તેમના જીવનમાં તેમની પત્ની અને પુત્રીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. કોરોના સમયગાળા દરમિયાન પણ, વેદાંત જૂથે લોકોની મદદ માટે 150 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું હતું.

8x9 ફીટ ઓફિસથી ધંધો શરૂ થયો

અનિલ અગ્રવાલે અગાઉ એક ટ્વીટમાં પોતાના શરૂઆતી સંઘર્ષની કહાણી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ આવીને તેણે સૌપ્રથમ ભોઇવાડાના મેટલ માર્કેટમાં 8x9 ફૂટની ઓફિસ ભાડે લીધી અને ત્યાં મેટલનો ભંગાર વેચવાનું શરૂ કર્યું. આજે તેમના વેદાંત ગ્રૂપની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.41 લાખ કરોડ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai અનિલ અગ્રવાલ માતા સંઘર્ષ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ