ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠક મળશે, સામાન્ય વહીવટથી લઈને અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા
Last Updated: 09:16 AM, 17 February 2026
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠક મળશે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી હસ્તકના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે.
ADVERTISEMENT

પ્રશ્નોત્તરી દરમિયાન સામાન્ય વહીવટ વિભાગ, મહેસુલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગ, પાટનગર યોજના, ખાણ ખનીજ અને બંદરો તેમજ માહિતી પ્રસારણ વિભાગના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. ઉપરાંત જળ સંપત્તિ વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર પણ સભામાં ચર્ચા થવાની છે. બેઠક દરમિયાન બિનસરકારી સભ્યોની સમિતિના કામકાજ અંગેની સમિતિનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જે પર સભ્યો પોતાની રજૂઆત કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાકિસ્તાનને હરાવનારી ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોચી, એરપોર્ટ પર જોરદાર સ્વાગત, 18મીએ નેધરલેન્ડ સામે મેચ
આવતીકાલે ગૃહમાં બે મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા બાદ તેમને પારિત કરવામાં આવશે. જેમાં “ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક” મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રજૂ કરવામાં આવશે. ઉપરાંત “ગુજરાત ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન ગુજરાત સુધારા વિધેયક” મંત્રી સંજયસિંહ મહિડા ગૃહમાં રજૂ કરશે. રાજ્યના વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.