ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / આમળા અને એવાકાડો, બંનેમાંથી કયુ હેલ્થ માટે સૌથી બેસ્ટ? જુઓ ફાયદા

હેલ્થ / આમળા અને એવાકાડો, બંનેમાંથી કયુ હેલ્થ માટે સૌથી બેસ્ટ? જુઓ ફાયદા

Published By: Jinal Chauhan

Last Updated: 04:21 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એવા બે સુપરફુડની વાત કરીશું જેમાંથી એક એવાકાડો જે સોશિયલ મીડિયા પણ ઘણું ફેમસ છે અને બીજું આંબળા જે વર્ષોથી ભારતીય ડાયટનો મહત્વનો ભાગ છે. આજે આપણે જાણીશું છે કે હેલ્થ માટે આ બન્નેમાંથી કયું સૌથી બેસ્ટ છે.

ADVERTISEMENT

આજ કાલ સોશિયલ મીડિયા પર એવાકાડોની ખુબ ચર્ચા છે. ક્યારેક ટોસ્ટ પર તો ક્યારેય સલાડ તરીકે. આ વિદેશી ફળ આજના હેલ્થ ટ્રેન્ડનો મહત્વનો ભાગ બની ગયું છે. પણ શું તમે જાણો છો કે આપણા દેશના આમળા પણ કોઈ સુપરફુડથી ઓછા નથી. હેલ્થ એક્સપર્ટના કહ્યા પ્રમાણે જો આંબળાને એવાકાડો જેટલું મહત્વ આપવામાં આવે તો ભારત હેલ્ધી જ નહીં પણ સુપ હેલ્ધી દેશ બની જશે.

આંબળાના ફાયદા

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આંબળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. રોજ આંબળા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલ પોલીફિનોલ્સ કેન્સરના જોખમને ઓછું કરે છે. આ ઉપરાંત આંબળા સ્કીન અને વાળ માટે પણ નેચરલ બ્યુટી ટોનિકની જેમ કામ કરે છે. જે કરચલીને ઓછી કરે છે અને વાળને ચમકદાર બનાવે છે.

આંબળા Logo 1_0_0

આંબળામાં રહેલું એન્ટીઓક્ટિડેન્ટ્સ કોલેસ્ટ્રોલને ઓક્સીડાઈઝ થતું અટકાવે છે જેનાથી ધમની સાફ રહે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. એક આંબળુ આખા દિવસની વિટામીન સીની જરૂર ની પુરી કરી શકે છે. આ ઉપરાંત તે શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે અને ઈમ્યુનિટી વધારે છે.

એવાકાડોના ફાયદા

એવોકાડોમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (MUFA) હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એસિડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)માં વધારો કરે છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.એવોકાડોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તમે ઓછું ખાઓ છો, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય એવોકાડોમાં હાજર હેલ્ધી ફેટ્સ પણ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરી શકે છે.

avocado

આંબળા અને એવાકાડોમાંથી કયું બેસ્ટ છે

બન્નેના અલગ અલગ ફાયદા છે. એવાકાડો હાર્ટ અને પાચન માટે સારું છે. આંબળા એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે જે સ્કીન અને ઈમ્યુનિટીને મજબૂત કરે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શરીરમાં આ સંકેતો દેખાય તો સમજો તમે બની ગયા ડાયાબિટીસના શિકાર

જો તમારે હાર્ટ હેલ્ધને સારી કરવી છે તો એવાકાડો લો પણ યોગ્ય માત્રામાં કારણ કે તેમાં ફેટ વધારે હોય છે. જો તમારે ઈમ્યુનિટી અને બ્યુટી બન્ને જોઈએ છે તો આંબળાનું સેવન કરો.

(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Avocado Superfoods Amla

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ