ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:59 PM, 16 October 2025
ADVERTISEMENT
આવતીકાલે રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવવા જઇ રહી છે ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના હતા પરંતુ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ બિહાર પ્રવાસને કારણે શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે
ADVERTISEMENT
ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેનું ચિત્ર આવતીકાલે 17 ઓક્ટોબર 2025ના રોજ સ્પષ્ટ થઈ જશે. નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ બેઠક પણ મળે તેવી સંભાવના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને કેટલાક ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે, જેમાં શપથ માટે આવતીકાલે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં સ્થાન અપાયું હોવાની પણ માહિતી આપી હોવાનું કહેવાય રહ્યું છે.
આ પણ વાંચોઃ કચ્છના બે ધારાસભ્યની લાગી શકે લોટરી, આ એક નામ બધા માટે સરપ્રાઈઝ
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાયા બાદ જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક મળી શકે છે. આ ઉપરાંત કેબિનેટ બઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ શકે છે. ખાતાની ફાળવણી બાદ મોટાભાગના નવા મંત્રીઓ ધનતેરસના શુભ દિવસે જ પોતપોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ