ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોળીને લઈને તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે
Last Updated: 08:22 PM, 3 March 2025
ADVERTISEMENT
પ્રતિવર્ષ અલગ-અલગ સોસાયટીઓ દ્વારા સોસાયટીની બહાર આવેલા રોડ પર હોળીકા દહન કરાતુ હોય છે. રોડ પર હોળીકા દહન કરવાને કારણે રોડને ખાસ્સુ નુકસાન પહોંચતું હોય છે...આ નુકસાન અટકાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ નિર્ણય અંતર્ગત દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીઓને ઇન્ટ અને રેતી પુરી પાડવામાં આવશે, ઇંટો અને રેતી પાથરીને તેના પર જો હોળીકા દહન કરાય તો રોડને થતું નુકસાન અટકાવી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે.. કોર્પોરેશન દ્વારા દરેક સોસાયટીને ઇંટો અને રેતી ફ્રીમાં પુરા પાડવામાં આવશે. સોસાયટીઓ દ્વારા જે પ્રમાણે માંગ કરાશે તે અનુસાર તેમને ઇંટો અને રેતી પુરા પડાશે.
હોલિકા દહન તિથિ
ADVERTISEMENT
ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ શરૂ : 13 માર્ચ, ગુરુવાર, સવારે 10:35 થી
ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ કયાં સુધી ? 14 માર્ચ, શુક્રવાર, બપોરે 12:23 સુધી
ADVERTISEMENT
હોલિકા દહનનુ શુભ મુહૂર્ત
હોલિકા દહનનો શુભ સમય 13 માર્ચે બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહીસાગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટે થર્મોમીટર નથી, જાગૃત દર્દીએ વીડિયો કર્યો વાયરલ
હોલિકા દહનના દિવસે પૂજા પદ્ધતિ
ADVERTISEMENT
હોલિકા દહનની પૂજા માટે સૌ પ્રથમ ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવીને થાળીમાં રાખો.
તેમાં રોલી, ફૂલ, મૂંગ, નારિયેળ, અખંડ, આખી હળદર, બાતાશા, કાચો કપાસ, ફળો અને કલશ ભરી રાખો.
ADVERTISEMENT
ત્યારબાદ ભગવાન નરસિંહનું ધ્યાન કરતી વખતે તેમને રોલી, ચંદન, પાંચ પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો.
આ પછી કાચા સૂતરના તાંતણા લઈને હોલિકાની સાત વાર પ્રદક્ષિણા કરો.
છેલ્લે ગુલાલ નાખીને પાણી ચઢાવો.
સંકળાયેલા મુદ્દાઓ