બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Aloe Vera Juice Benefits

સ્વાસ્થ્ય / એલોવેરા જ્યુસના આ ફાયદા જાણશો તો તમે પણ આજથી પીવા લાગશો

Juhi

Last Updated: 12:19 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદારૂપ છે. એલોવેરાને આયુર્વેદની ભાષામાં ધૃતકુમારી કહેવામાં આવે છે અને આયુર્વેદમાં ધૃતકુમારીનો ઉપયોગ કરીને ઘણા રોગો માટે ઔષધિઓ બનાવવામાં આવી છે. એલોવેરામાં ઘણા પ્રાકૃતિક ગુણો રહેલા છે. જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્સનો સમાવેશ થાય છે. જાણીએ એલોવેરા જ્યૂસના ફાયદા વિશે..

સારા સ્વાસ્થ્યની માટે:

- ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે એલોવેરા આપણામાં શરીરમાં વધી રહેલા ડાયાબિટીસના ખતરાને કંટ્રોલ કરે છે.

- લિવર ડિસઓર્ડર, એનીમિયા, કમળા જેવા રોગોની સારવાર માટે એલોવેરાનો જ્યૂસ ફાયદારૂપ છે. આ શરીરની ઘણા પ્રકારની હોર્મોનલ સમસ્યાના સમાધાન માટે કામમાં આવે છે.

- ભૂખ વધારવામાં એલોવેરા મદદરૂપ થાય છે, તે શરીરના અશુદ્ઘ તત્વોને બહાર નીકાળવામાં મદદરૂપ થાય છે. આ સિવાય પેટને સાફ કરવામાં પણ કામમાં આવે છે.

- એલોવેરા આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર ભંડાર છે. એલોવેરા જ્યૂસનું નિયમિત સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ મળે છે. 

સુંદરતા વધારવા માટે:

- ચમકતી ત્વચા માટે એલોવેરા જ્યૂસ વરદાનરૂપ છે. ત્વચાને મોઇશ્ચુરાઇઝ કરવાની સાથે સાથે ત્વચાથી સાથે જોડાયેલી બિમારીઓને દૂર કરે છે. 

- એલોવેરા જ્યૂસ વાળની સુંદરતા વધારમાં ઉપયોગીરૂપ બની શતે છે. એલોવેરા જ્યૂસથી કાળા, મજબૂત વાળ બને છે. આ સાથે જ વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. 

એલોવેરા જ્યૂસ બનાવવાની રીત:

- એલોવેરાની ફ્રેશ અને પાતળી પત્તીઓ લો. સારી રીતે ધોઇ લો અને તેની છાલને છરીની મદદથી સરખી રીતે કાઢી લો. હવે વ્હાઇટ ભાગ જે વધે તેને મિક્સર જારમાં લઇને ક્રશ કરી લો. એક ગરણી લઇને આ જ્યૂસને તેનાથી ગાળી લો , તો તૈયાર છે એલોવેરા જ્યૂસ

નોંધઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી જાણકારી પૂરતી છે. આ જ્યૂસનું સેવન શૂરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

Aloe Vera Benefits Health beauty lifestyle Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ