ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Almost a third of students in Ireland depressed : survey

ચિંતા / બાળકોમાં વધી રહેલું ડિપ્રેશનનું પ્રમાણ ગંભીર સમસ્યા

Published By: Kavan

Last Updated: 12:09 AM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા વર્ષો પહેલા ડિપ્રેશન શબ્દ આપણે સાંભળ્યો પણ નહોતો, પરંતુ આજના, એટલે કે ફાસ્ટ-ફોરર્વડ યુગમાં ડિપ્રેશનનો ભોગ દર ત્રીજી વ્યક્તિ બને છે. હવે તો બાળકોમાં પણ માનસિક તણાવ જોવા મળે છે.

ADVERTISEMENT

  • ડિપ્રેશનનો ભોગ દર ત્રીજી વ્યક્તિ બને છે
  • બાળકો માનસિક તણાવનો થાય છે શિકાર 

11થી 17 વર્ષની ઉંમરના બાળકો તણાવનો બની રહ્યા છે ભોગ

માનવ સંસાધન મંત્રાલય (એચઆરડી મિનિસ્ટ્રી) દ્ધારા રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે 11થી 17 વર્ષની ઉંમરના શાળામાં જતા બાળકો તણાવનો ભોગ બની રહ્યા છે. જેમાં મનોવૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર ગણવામાં આવે છે. 

દેશના 12 રાજ્યોમાં કરાયો સર્વેક્ષણ

રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થય અને તંત્રિકા તંત્ર સંસ્થા બેંગલુરૂ દ્ધારા દેશના 12 રાજ્યોમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થાય સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. 5થી 9 વર્ષની ઉંમરના બાળકોની સ્થિતી ઘણી દયનીય છે. શાળાઓમાં ઇતર પ્રવૃતિ, પ્રોજેક્ટ અને કારણ વગરના કાર્યક્રમોના કારણે બાળકો દબાણ અને ગુંગળામણ અનુભવે છે, પરીણામ ડિપ્રેશનનો ભોગ બને છે. 

ગામડામાં ડિપ્રેશનથી પીડાતા બાળકો વધુ 

જેથી તેમનામાં ગુસ્સો, બીજા કરતા વધારે સારૂ કરવાની જીદ, પોતાની તકલીફ માટે અન્યને જવાબદાર ઠેરવવાની વૃતિ આવી જાય છે. શાળાના શિક્ષકો તથા સંચાલકો આવા બાળકને અન્ય બાળક કરતા અલગ કરી દે છે. ગામડાઓની વાત કરીએ તો ડિપ્રેશનથી પીડાતા બાળકોની સંખ્યા 6.9 ટકા હતી જ્યારે શહેરના બાળકોમાં આ આંકડો ડબલ એટલે કે 13.5 ટકા જેટલો હતો. જો કે હવે તંત્ર દ્ધારા આવી સમસ્યા માટે સમાધાનનો રસ્તો શોધવામાં આવ્યો છે.

જેમાં શાળાઓમાં કાઉન્સલિંગની વ્યવસ્થા ઉપરાંત તણાવ રહીત વાતાવરણ બને તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો પણ આ માટે તૈયાર થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ વીશે વાત કરતા સાઇક્રાટીસ ડો. મનોજ મણીયાર કહે છે, “કોઇ પણ બાળક પર વધારે પડતુ ભારણ આવે તો તે ડિપ્રેશનનો ભોગ બને છે. 

પુરતી ઉંઘ ન મળવાને કારણે રહે છે બેચેન

પછી તે અભ્યાસનું હોય કે અન્ય. આજના બાળકો અભ્યાસને લઇને સતત ચીંતામાં રહે છે.જે ધીમે-ધીમે ચીંતાનું સ્વરૂપ ધારણ કરે છે. પરીવાર પણ તેમની પર સતત દબાણ કરે છે. પુરતી ઉંઘ નથી મળતી, જેના કારણે તે બેચેન રહે છે, બરોબર જમતા નથી, મીત્રો સાથે રમવા નથી મળતુ, જેવા અનેક કારણોસર બાળકો ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણીવાર તો ગંભીર બિમારીમાં પણ
સપડાઇ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Survey depression ગામડા ગુજરાતી ન્યૂઝ ડિપ્રેશન Depression

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ