બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / બદામનું તેલ સ્કીનની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આ 4 સમસ્યામાંથી મળશે રાહત

હેલ્થ ટિપ્સ / બદામનું તેલ સ્કીનની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આ 4 સમસ્યામાંથી મળશે રાહત

Last Updated: 08:28 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Almond Oil Health Benefits: પલાડેલી બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. આ કહેવાત મોટાભાગના લોકોએ સાંભળી જ હશે. પરંતુ શું તમને ખબર છે કે બદામનું તેલ ફક્ત સ્કિન માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ કોઈ વરદાનથી કમ નથી.

બદામના તેલનો ઉપયોગ દાદી-નાનીના નુસ્ખામાં વર્ષોથી કરવામાં આવે છે. પલાડેલી બદામનું સેવન રોજ કરવાથી શરીરે ઘણા ફાયદા મળે છે. તેના તેલનો ઉપયોગ કરીને પણ ઘણી હેલ્થ પ્રોબ્લમથી બચી શકાય છે. બદામના તેલનો ઉપયોગ મોટાભાગે લોકો ફક્ત સ્કીન માટે જ કરે છે પરંતુ શું તમને ખબર છે કે આ સ્વાસ્થ્યને કેટલો ફાયદો પહોંચાડી શકે છે.

badam.jpg

બદામનું તેલ ત્વચાની સાથે જ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી. તેમાં હાજર પોષત તત્વો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે. બાસ તેનો ઉપયોગ કરવાની રીત ખબર હોવી જરૂરી છે. જાણો તેના વિશે.

કબજિયાતમાં મળશે રાહત

જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે બદામના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે એક ગ્લાસ હુફાળા દૂઘમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમને સવારે મળ ત્યાગ કરવામાં મુશ્કેલી નહીં થાય.

badam-2

હાડકા કરે છે મજબૂત

બાળકોના દૂધમાં પણ થોડુ બદામનું તેલ મિક્સ કરીને આપવામાં આવે તો તેનાથી બાળકોના મસલ્સ અને હાડકા મજબૂત થાય છે. તેની સાથે જ વાળ અને ત્વચાને પણ ફાયદો મળે છે.

ઈમ્યુનિટી થશે મજબૂત

બદામનું તેલ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે અને વાયરલ સંક્રમણ જેમ કે શરદી, ખાંસી, તાવ વગેરેથી બચવામાં હેલ્પ કરે છે. બદામનું તેલ હાર્ટની સાથે જ મગજ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ મેમરી પાવરમાં સુધાર કરી શકે છે.

badam-4.jpg

વધુ વાંચો: સ્મોક પાન ખાતા જ 12 વર્ષની બાળકી હોસ્પિટલ ભેગી, પેટનો એક ભાગ કાઢવો પડ્યો

અનિદ્રામાં કરે છે ફાયદો

રાત્રે વારંવાર ઊંઘ ખુલી જાય અને સતત આ સમસ્યા બની રહે તો હુફાળા દૂધમાં બદામ તેલ મિક્સ કરીને પીવાથી ફાયદો મળે છે. અનિદ્રાના દર્દીને ઊંઘને પ્રોત્સાહન દેવામાં આ ફાયદાકારક છે.

સંકળાયેલા મુદ્દાઓ

બદામનું તેલ Health News હેલ્થ ટિપ્સ Almond Oil Health Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ