બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં આગ લાગતા પહેલા વાગી જાય છે એલાર્મ, જાણો કેવી રીતે કામ કરે છે આ ગેજેટ્સ
Last Updated: 08:34 PM, 23 June 2026
ઉનાળાની ઋતુ દરમિયાન આગની ઘટનાઓમાં વધારો થાય છે. દેશમાં જૂન 2026 માં જ બે મોટી આગની દુર્ઘટનાઓ બની. એના માટે તમારા ઘરમાં સ્માર્ટ ફાયર ડિટેક્શન સિસ્ટમ હોવી ખૂબ જ જરૂરી છે. આ સિસ્ટમ તમને આગ ફાટી નીકળે તે પહેલાં એલર્ટ આપવામાં મદદ કરે છે, જેથી તમે સુરક્ષિત રહી શકો. આ એડવાન્સ ફાયર ડિટેક્શન ડિવાઈઝ તમને અગાઉથી કાર્યવાહી કરવા માટે સમય આપે છે.
ADVERTISEMENT
સામાન્ય સ્મોક ડિટેક્ટર ધુમાડો ડિટેકટ થતાની સાથે જ એલાર્મ વગાડે છે. સ્માર્ટ સ્મોક ડિટેક્ટર તમારા ઘરના Wi-Fi સાથે કનેક્ટ થાય છે અને તમારા ફોન પર કટોકટીની એલર્ટ મોકલે છે. આ સ્મોક ડિટેક્ટર તમે ઘરે ન હોવ ત્યારે પણ તમારા ફોન પર એલાર્મ મોકલે છે જેનાથી તમે સતર્ક રહી શકો છો. તેની કિંમત 1495 રૂપિયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘરમાં આગ લાગવાનું સૌથી સામાન્ય કારણ વોલ્ટેજ સ્પાઇક્સ છે. તમે તમારા ઘરના પાવર સપ્લાયનું ચેકીંગ કરવા માટે સ્માર્ટ ઇલેક્ટ્રિકલ મોનિટરનો ઉપયોગ કરી શકો છો. તે પાવર સપ્લાયને ચેક કરે છે અને તમને Wi-Fi દ્વારા એલર્ટ મોકલે છે, જો કોઈ વાયરિંગ સમસ્યા હોય તો તમને જણાવે છે. તેની કિંમત 2599 રૂપિયા છે.
ADVERTISEMENT
હોમ સિક્યુરિટી કેમેરા હવે AI નો ઉપયોગ કરીને આગ પણ શોધી શકે છે, જે તમને શરૂઆતના એલર્ટ આપે છે. હાઈ ટેકનોલોજીની મદદથી તે આગની પરિસ્થિતિઓને ઝડપથી શોધી શકે છે, જેનાથી સમયસર કાર્યવાહી થઈ શકે છે. તેની કિંમત 3499 રૂપિયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.