બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ટળ્યું રોગનું જોખમ! ડાયાબિટીસથી બચાવી શકે છે આ ચીજ, 9 વર્ષના સ્ટડીમાં મોટો દાવો

હેલ્થ / ટળ્યું રોગનું જોખમ! ડાયાબિટીસથી બચાવી શકે છે આ ચીજ, 9 વર્ષના સ્ટડીમાં મોટો દાવો

Nirav Kumar

Last Updated: 12:34 AM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસને લઇ કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, મિત્રોની સંગત પણ તમને આ બીમારીથી બચાવી શકે છે. જેમાં સ્વસ્થ લાઈફસ્ટાઈલ માટે ઇનકરેજ કરે તેવા ફ્રેન્ડની સંગતથી આ બીમારીથી બચી શકાય છે.

ડાયાબિટીસથી બચવાના ઘણા રસ્તાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે મિત્રોની સંગત પણ તમને આ રોગથી બચાવી શકે છે? આ માહિતી ભારતમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળી છે. સ્ટડી મુજબ જે લોકો પોતાના મિત્રો સાથે સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવે છે અને તેમને આમ કરવા માટે પ્રોત્સાહિત કરે છે તેમને ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે. આ સ્ટડી ભારતના કેરળ રાજ્યમાં 9 વર્ષના સમયગાળા દરમિયાન કરાઈ હતી. આ સ્ટડી પ્રખ્યાત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ' માં પ્રકાશિત થઈ છે.

આ સ્ટડી ડાયાબિટીસ નિવારણ કાર્યક્રમ હેઠળ કરાઈ હતી. ભારતના કેરળ રાજ્યના 60 પોલીંગ વિસ્તારોમાંથી 1007 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બધા 30 થી 60 વર્ષની વયના હતા. તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હતું અને ભવિષ્યમાં આ બીમારી થવાનું જોખમ વધારે હતું. આ બધા લોકોમાં HbA1c સ્તર 5.6 થી વધુ અને 6 કરતા ઓછું હતું. મતલબ કે તેઓ ડાયાબિટીસની બોર્ડર લાઈન પર હતા.

આ સ્ટડીમાં સહભાગીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક ગ્રુપ તેમના મિત્રો સાથે રાખવામાં આવ્યું હતું. તેમને એકબીજાને મદદ કરવા અને સ્વસ્થ લાઈફસ્ટાઈલ જીવવા માટે પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું હતું. બધાને લાઈફસ્ટાઈલ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગ રૂપે તેઓ એકબીજાને મદદ કરવા અને તેમના અનુભવો શેર કરવા માટે માસિક મીટીંગ યોજતા હતા. આ મીટીંગમાં તેમને ડાયાબિટીસને કંટ્રોલ કરતી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બીજા ગ્રુપને ફક્ત એક પુસ્તક આપવામાં આવ્યું હતું અને તેમની લાઈફસ્ટાઈલ સુધારવા માટે તેને વાંચવાનું કહેવામાં આવ્યું હતું. આ ગ્રુપે કોઈ મીટિંગ યોજી ન હતી કે કોઈ મદદ માંગી ન હતી.

vtv hiring
  • 9 વર્ષ બાદ શું પરિણામો આવ્યા?

આ સ્ટડીમાં દર વર્ષે આ સહભાગીઓના સંપૂર્ણ આરોગ્ય રેકોર્ડ ભેગા કરવામાં આવ્યા હતા. 9 વર્ષ પછી 1007 સહભાગીઓમાંથી 841 બાકી રહ્યા. જેમાં અમુક વ્યક્તિઓએ સ્ટડીના અંતિમ વર્ષોમાં ભાગ લીધો ન હતો અને અમુક મૃત્યુ પામ્યા હતા. સ્ટડીના અંતિમ વર્ષમાં તે બધાનો ડાયાબિટીસ માટે HbA1c (HbA1c) માટે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે મિત્રોને પ્રોત્સાહન આપનારા જૂથના 419 લોકોમાંથી 125 લોકોને ડાયાબિટીસ થયો હતો જ્યારે અમુક પુસ્તક આપવામાં આવેલા 422 લોકોમાંથી 142 લોકોને આ બીમારી થઈ હતી. આ ડેટા દર્શાવે છે કે જે લોકોએ સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવી હતી તેમને ડાયાબિટીસનું પ્રમાણ ઓછું હતું.

  • લોઅર ફાસ્ટિંગ બ્લડ સુગર

સ્ટડીમાં આ બધા લોકોના ફાસ્ટિંગ બ્લડ સુગરનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ડાયાબિટીસ અટકાવવા માટે ભેગા થયેલા મિત્રોના ગ્રુપમાં જે લોકો બ્લડ સુગર લેવલ ધરાવતા હતા તેમનામાં બ્લડ સુગરનું લેવલ ઓછું હતું. જેમાં ડાયાબિટીસનું જોખમ બીજા ગ્રુપની તુલનામાં 28% ઓછું થયું હતું. આ સ્ટડી હાથ ધરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ સ્ટડી સૂચવે છે કે મિત્રો સાથે સ્વસ્થ આદતો અપનાવવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને લાંબા ગાળાના બ્લડ સુગર કંટ્રોલ મેળવવામાં મદદ કરે છે.

  • ડાયાબિટીસ માટે જરૂરી ટેસ્ટ

આ અંગે વૈજ્ઞાનિકો કહે છે કે ભારતીય વસ્તીમાં ડાયાબિટીસ શોધવા માટે HbA1c અને ફાસ્ટિંગ સુગર ટેસ્ટ બંને જરૂરી છે. આ ડાયાબિટીસના કેસોની સંખ્યાનું વધુ સચોટ મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. જેમાં માત્ર ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ એવા લોકોને ઓળખી શકતું નથી જેમના બ્લડ સુગર લેવલ ખાધા પછી વધે છે. ભારતમાં નોંધપાત્ર સંખ્યામાં એવા લોકો છે જેમના બ્લડ સુગર લેવલ ખાલી પેટે સામાન્ય રહે છે પરંતુ ખાધા બાદ વધે છે. આથી બંને ટેસ્ટ જરૂરી છે.

  • શું કહે છે એક્સપર્ટ

આ અંગે એક્સપર્ટે સમજાવ્યું કે ડાયાબિટીસ અટકાવવા માટે સ્વસ્થ લાઈફસ્ટાઈલ ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ લાઈફસ્ટાઈલની આદતો અપનાવવાથી અને મિત્રો અને કલીગ દ્વારા મદદ મળવાથી બીમારી અટકાવવામાં મદદ મળી શકે છે. તે મેડીકલ રીતે પીઅર-સપોર્ટેડ લાઈફસ્ટાઈલ તરીકે ઓળખાય છે.

એક્સપર્ટે સમજાવે છે કે ડાયાબિટીસ ધીમે ધીમે એક મોટી સમસ્યા બની રહી છે. તે જેટલું ખતરનાક છે એટલું જ તેને અટકાવવું સરળ છે. જેમાં એવા મિત્રો અને સાથીદારો હોવા જે તમને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે અને આ પ્રયાસમાં તમને મદદ આપે તો ડાયાબિટીસ સરળતાથી અટકાવી શકાય છે. આ માટે લાઈફસ્ટાઈલ અને સ્વસ્થ આહાર જરૂરી છે.

વધુ વાંચો : શરીરમાં દેખાય આ સંકેતો તો સમજી જજો હાર્ટ ખરાબ છે, એક્સપર્ટ પાસેથી જાણો

  • ડાયાબિટીસ રોકવા માટે શું કરવું?

દરરોજ ઓછામાં ઓછો 1 કલાક કસરત કરો, સ્વસ્થ અને સંતુલિત આહાર લો, વજન કંટ્રોલમાં રાખો અને મિત્રો સાથે સ્વસ્થ આદતોનો અભ્યાસ કરો અને એકબીજાને ઇનકરેજ કરો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Encourage The Lancet
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ