આજકાલ લગભગ દરેક કંપની કારમાં એરબેગ ફીચર આપી રહી છે, તો બીજી બાજુ એની સંખ્યા વધવાની સાથે કિંમત પણ વધી જાય છે. એરબેગ પેસેન્જરનો જીવ પણ બચાવી શકાય છે. આ કારણથી કંપનીઓ કારમાં લાગેલી એરબેગ ફીચરને ખૂબ પ્રમોટ કરે છે. પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે પેસેન્જરની સિક્યોરિટી માટે આપવામાં આવેલા આ ફીચર હંમેશા કામ કરી શકશે નહીં. એની પાછળ ઘણી વખત તો કારના માલિક અને એમા બેસનાર લોકો જ એના માટે જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ કઇ સ્થિતિમાં એરબેગ્સ કામ કરતી નથી.
એરબેગ કામ કરે એના માટે જરૂરી છે કે કાર એક નિશ્ચિત સ્પીડ પર ચાલી રહી છે. એરબેગને ખોલવા સ્પીડ હોવી જરૂરી છે. જો ગાડી ઓછી સ્પીડ પર ચાલશે તો એરબેગ્સ ખુલી શકશે નહીં.
જો એરબેગથી લેસ કાર વધારે જૂની છે તો પણ આવું થઇ શકે છે કે એની એરબેગ કામ કરે નહીં. વોરંટી પીરિયડ બાદ કંપની એરબેગને રિપ્લેસ કરતી નથી. એક નિશ્ચિત ,મય બાદ કામ કરવાનું બંધ કરી દે છે તો નિર્મતા જવાબદાર ના હોય.
એરબેગ કામ કરે છે જો તમે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો છો. ઘણા લોકો સફર કરતી વખતે ટાઇમ સીટબેલ્ટ લગાવવાનું પસંદ કરતા નથી એવામાં એરબેગ ખુલવી શક્ય નથી અને ઘણી વખત એરબેગ ખુલી પણ જાય છે તો એ કો પેસેન્જરને ઘાયલ કરી શકે છે.
ઘણી વખત લોકો કારને પોતાની મરજીથી મોડિફાઇ કરાવે છે. આ મોડિફિકેશનના કારણે પણ એરબેગ ખુલવામાં સમસ્યા આપી શકે છે. સ્પેશિયલી જો મોડિફિકેશન ફ્ર્ંટમાં હોય છે.