ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં માતાજીના ‘ભુવા’ હોવાનો ઢોંગ કરી લોકોને છેતરતી મદારી ગેંગ ઝડપાઈ, વટવામાં મહિલાને ભોળવીને ચેઈન કઢાવી

ક્રાઈમ / અમદાવાદમાં માતાજીના ‘ભુવા’ હોવાનો ઢોંગ કરી લોકોને છેતરતી મદારી ગેંગ ઝડપાઈ, વટવામાં મહિલાને ભોળવીને ચેઈન કઢાવી

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 11:45 AM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વટવામાં ભુવા હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરતી મદારી ગેંગ ઝડપાઈ છે.

ADVERTISEMENT

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને સફાઈકર્મી તરીકે કામ કરતા 55 વર્ષીય ગીતાબેન ચૌહાણ 30 મેના રોજ મહાલક્ષ્મી તળાવ પાસે સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકમાં ઊભેલી એક રિક્ષામાં બેઠેલા ત્રણ શખસમાંથી એક શખસે પોતાની ઓળખ ખોડિયાર માતાના ભુવા તરીકે આપી નિકોલના મંદિરનું સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ તેણે ગીતાબેન પાસે એક રૂપિયો માગી, તે પરત આપીને પાકીટમાં મૂકી દેવા કહ્યું હતું અને "માતાજી તારું સારું કરશે" તેવી વાતોમાં ભોળવ્યા હતા.

મદારી ગેંગના બે સાગરિતો ઝડપાયા

એલ.સી.બી. ઝોન-7એ મદારી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. પવનનાથ ચૌહાણ અને રમેશનાથ ઉર્ફે હાપુડી ચૌહાણની ધરપકડ કરી છે. ત્રણ મહિના પહેલા વટવા વિસ્તારમાં મહિલાને રસ્તો પૂછવાના બહાને ભોળવી હતી. મહિલાને વાતોમાં ઉલઝાવી પહેરેલી સોનાની ચેઈન કઢાવી ઠગાઈ કરી હતી. આરોપીઓએ ચેઈનના બે ટુકડા કરી અડધી ચેઈન પોતાની પાસે રાખી હતી. બાકીની અડધી ચેઈન મહિલાને આપી ‘માતાજીની કૃપા થશે’ તેમ કહી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે સોનાના દાગીના સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા.

આ પણ વાંચો : તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓનાં કરુણ મોત, પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું આભ

અમદાવાદમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્ક્રમ

અમદાવાદમાં એક ભુવાએ 15 વર્ષની સગીરા સાથે દુષ્ક્રર્મ આચર્યું હતું. સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય દીકરી બીમાર પડી હતી. માતા-પિતાના સંપર્કમાં ચંદ્રકાન્ત નામનો ભૂવો આવ્યો હતો અને તેણે દીકરીને ભૂતપ્રેતનો વળગાડ હોવાનું કહ્યું હતું. અંધશ્રદ્ધામાં માનતા માતા-પિતાએ તેમની વાત માની લીધી હતી અને વિધિ કરવા જણાવ્યું હતું. પંચાલ તેમના ઘરે આવ્યો હતો અને વિધિના નામે માતા-પિતાને બહાર મોકલી છોકરીને કથિત રીતે કેફી પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Crime news ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ