ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં પણ જીવ ગયો વિરમગામમાં, ભાઈ-ભાભીના મોતના આઘાતમાં બહેને પણ દેહ છોડ્યો

વિરમગામમાં શોક / પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં પણ જીવ ગયો વિરમગામમાં, ભાઈ-ભાભીના મોતના આઘાતમાં બહેને પણ દેહ છોડ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 04:36 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેન ક્રેશમાં વિમાનની 11એ સીટ ભારે ચમત્કારિક બની હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેની પર બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો હતો.

ADVERTISEMENT

275થી વધુ લોકોનો ભોગ લેનારી અમદાવાદ પ્લેન દુર્ઘટના સંબંધિત વધુ એક અરેરાટીભર્યાં સમાચાર સામે આવ્યાં છે. પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભી ગુજરી જવાનો એક બહેનને એટલો આઘાત લાગ્યો કે તેમણે પણ દેહ છોડી દીધો હતો. 12 જુને અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઈટમાં વિરમગામના રખિયાણામાં ગામના ભોગીલાલ પરમાર અને તેમના પત્ની હંસા પરમારનું પણ અવસાન થયું હતું. બન્ને પતિ-પત્ની લંડનમાં વહુની ડિલિવરી માટે જતાં હતા. ભાઈ-ભાભીના મોતનો આઘાત વિરમગામના વઘાડા ગામમાં રહેતાં ભોગીલાલના બહેન ગોમતીબેન ઝીલી ન શક્યાં અને બે દિવસ ગમગીન રહ્યાં બાદ આજે ગોમતીબેને પણ દેહ છોડ્યો હતો.

gomiben

ભાઈ-ભાભીનું મોં જોઈશ પછી પાણી પીશ

ગોમતીબેને જ્યારે ભાઈ ભોગીલાલ અને ભાભી હંસાબેનના અવસાનના સમાચાર મળ્યાં પછી ગમગીન થઈ ગયાં હતા. બે દિવસથી તો ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું માનતા રાખી હતી કે ભાઈ-ભાભીનું મોં જોઈશ પછી પાણી પીશ પરંતુ આજે તેમની સ્થિતિ વધારે બગડી હતી અને અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. ગોમતીબેન ચાંદલોડિયામાં રહેતાં તેમના પુત્રના ઘેર રહેતાં હતા. ભાઈ-ભાઈના મોત બાદ તેમના નોંધારી બનેલી બે દીકરીઓને પણ મળવા લાંભા (જ્યાં ભોગીલાલ પરમારનો બંગલો આવેલો છે) પણ ગયાં હતા.

અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાઈ-ભાભીનું મોત

ઉલ્લેખનીય છે કે 12 જુન 2025ના દિવસે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગોમતીબેનના ભાઈ ભોગીલાલ (પૂર્વ હેડ કોન્સ્ટેબલ રહે.લાંભા) અને તેમના પત્ની હંસાબેનનું અવસાન થયું હતું. બન્ને પતિ-પત્ની તેમના દીકરા રોહનની પત્નીની ડિલિવરી માટે લંડન જતાં હતા પરંતુ દાદા-દાદી બનવાની તેમની ખુશી અધૂરી રહી અને તેઓ અમદાવાદની બહાર જ ન નીકળી શક્યાં.

વધુ વાંચો : 11A સીટનો ચમત્કાર, 27 વર્ષ પહેલા પણ આ સીટે જ બચાવ્યો હતો જીવ, એવું તો શું છે આ સીટમાં?

પિંકીના ડીએનએ સેમ્પલથી માતા-પિતાની લાશની ઓળખ

સિવિલ હોસ્પિટલ ખાતે ભોગીલાલના પુત્રી પિન્કીનું DNA લેવામાં આવ્યું છે અને જે બાદ મૃતદેહના ડીએનએ સાથે મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, ભોગીલાલ અને તેમના પત્નીના મૃતદેહો પરિવારને જલ્દીથી આપવામાં આવે તેવી પરિવારની માંગ છે. છેલ્લા સમાચાર પ્રમાણે 15 જુન સુધીમાં તેમની બન્નેની ડેડબોડી પરિવારને સોંપી દેવામાં આવશે જે પછી માંડલના રખિયાણા ગામમાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash tragedy Ahmedabad Plane Crash tragedy,

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ