બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અજબ ગજબ / 11A સીટનો ચમત્કાર, 27 વર્ષ પહેલા પણ આ સીટે જ બચાવ્યો હતો જીવ, એવું તો શું છે આ સીટમાં?
Hiralal Parmar
Last Updated: 03:39 PM, 14 June 2025
અમદાવાદ પ્લેન ક્રેશને પગલે વિમાનની 11એ સીટ ભારે લકી સાબિત થઈ છે. સંયોગ ગણો કે બીજુ કંઈક પણ આ 11એ સીટે જ બે પ્રવાસીઓના જીવ બચાવ્યાં હતા. થાઈલેન્ડમાં સન 1998ની સાલમા થયેલા પ્લેન ક્રેશમાં 11એ સીટ પર બેઠેલા પ્રવાસીએ મોતને હાથતાળી આપી હતી અને તે બચી ગયો હતો જ્યારે 101થી વધુ પ્રવાસીઓના મોત થયાં હતા.
ADVERTISEMENT
British crash survivor Vishwash Kumar Ramesh describes his escape from the Air India plane in Ahmedabad.
— Sky News (@SkyNews) June 13, 2025
Everyone on the plane died, except for him.https://t.co/czOsM5ZWRp pic.twitter.com/Va9cfnaILe
11એ સીટ પર બેઠેલો થાઈલેન્ડનો પ્રવાસી બચ્યો
ADVERTISEMENT
સન 1998માં થાઈલેન્ડનો સિંગર કમ એક્ટર 20 વર્ષીય રુઆંગસાક લોયચુસાકે થાઈ એરવેઝની ફ્લાઇટ TG261માં સફર કરી રહ્યો હતો. તે વખતે લેન્ડ કરતી વખતે ફ્લાઈટ ક્રેશ થઈ હતી અને તેમાં 146 પ્રવાસીઓમાંથી 101 પ્રવાસીઓ માર્યાં ગયા, બચનારા ઘણા લોકોમાં આ સિંગર પણ સામેલ હતો જે 11એ સીટ પર બેઠો હતો.
'પોતે જે સીટ પર બચ્યો તે સીટ પર બીજો પણ બચ્યો'
ADVERTISEMENT
હાલ 47 વર્ષીય લોયચુસાકે જ્યારે મીડિયામાં રિપોર્ટ વાંચ્યો કે તે ઈન્ડિયાના અમદાવાદમાં ક્રેશ ફ્લાઈટમાં 11એ સીટ પર બેઠેલો પ્રવાસી પણ પોતાની જેમ બચી ગયો હતો ત્યારે તેને ભારે નવાઈ લાગી અને તેના માન્યામાં જ ન આવ્યું કે આવું પણ બની શકે ત્યાર બાદ તેણે રસ પડ્યો અને પ્લેન ક્રેશ સંબંધિત બધા સમાચાર વાંચી નાખ્યાં.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ 11એ સીટ પર બેઠેલો પ્રવાસી બચ્યો
ADVERTISEMENT
જોગાનુજોગ 12 જુન 2015ના દિવસે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રમેશ વિશ્વાસ કુમાર નામનો પ્રવાસી એકલો બચ્યો હતો. રમેશ કુમાર વિશ્વાસ પણ 11એ નંબરની સીટ પર બેઠો હતો.
શું બોલ્યો રમેશ વિશ્વાસ કુમાર
ADVERTISEMENT
અમદાવાદ પ્લેન ક્રેશમાં એકલો બચી જનાર બ્રિટનનો પ્રવાસી રમેશ વિશ્વાસ કુમારે એવું જણાવ્યું કે ટેકઓફ પછી તરત જ વિમાન તૂટી ગયું હતું, અને તેની સીટ બહાર ઉછળી ગઈ હતી અને જમીન પર પડ્યો હતો તેને કારણે તે બચી ગયો જોકે તેને થોડી ઘણી ઈજાઓ થઈ હતી. આ પ્લેન ક્રેશમાં ઉડીને આંખે વળગે વાત એવી હતી કે રમેશ વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈમરજન્સી એક્ઝિટની નજીક હતો.
ADVERTISEMENT
વિમાનની સેફ સીટ કઈ? એવિએશન નિષ્ણાંતોએ આપ્યો જવાબ
પ્લેન ક્રેશ બાદ વિમાનની સેફ સીટને લઈને પણ ચર્ચા છેડાઈ છે. એવિએશન નિષ્ણાંત અંગદ સિંહે કહ્યું કે વિમાનમાં સેફ સીટ હોય છે. મને લાગે છે કે જો મેં સાચું જોયું હોય તો વિમાનની અંદર છેક ખૂણામાં અથવા રાઈટ અપફ્રેન્ટ (જમણી બાજુ ઉપરની) બેઠકો મીડલની બેઠકો કરતાં વધારે સલામત હોય છે. સિંહે કહ્યું કે, અમદાવાદ દુર્ઘટનામાં સ્પષ્ટપણે એવું નહોતું. "સીટ 11A વિંગની બરાબર પહેલા, મધ્યમાં છે. અહીં 'ચમત્કાર' શબ્દ લાગુ પડે છે. તેના માટે બીજો કોઈ શબ્દ નથી. AI 171 પર સીટ 11A, ઇકોનોમી ક્લાસની પહેલી હરોળમાં, બિઝનેસ કેબિનની પાછળ અને ડાબી બાજુના ઇમરજન્સી એક્ઝિટની નજીક સ્થિત હતી. જ્યારે વિમાન જમીન પર પટકાયું, ત્યારે 11A સહિત આગળનો-ડાબો ભાગ તૂટી પડ્યો, ઉપરનો ભાગ નહીં જ્યાં વિમાનના મુખ્ય ભાગને સૌથી વધુ નુકસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.