બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશની સૌથી મોટી ચોંકાવનારી વાત સામે આવી, દુનિયામાં ક્યાંય ન બન્યું હોય તેવું જોવા મળ્યું

પ્લેન ટ્રેજેડી / અમદાવાદ પ્લેન ક્રેશની સૌથી મોટી ચોંકાવનારી વાત સામે આવી, દુનિયામાં ક્યાંય ન બન્યું હોય તેવું જોવા મળ્યું

Last Updated: 11:50 AM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો છે. આ બધા વચ્ચે એક હેરાનીભરી વાત સામે આવી છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો છે. હજુ પણ લાશોને શોધવાનું કામ ચાલુ છે એટલે આંકડો હજુ પણ વધી શકે છે. આ બધામાં પ્લેન ક્રેશમાં સામાન્ય રીતે જોવા ન મળે તેવી એક હેરાનીભરી વાત સામે આવી છે. હકીકતમાં જ્યારે પણ પ્લેન ક્રેશ થાય છે ત્યારે પ્રવાસીઓનો ભોગ લેવાયો હોય છે પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશમાં તો પ્રવાસીઓની સાથે આજુબાજુ રહેતાં લોકો પણ નાહકના માર્યાં ગયા. તેઓ તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે વિમાન તૂટી પડ્યું અને તેમાં ઘણાનો ભોગ લેવાયો.

નિર્દોષોનો ભોગ કેમ લેવાયો

હકીકતમાં એર ઈન્ડિયાનું આ વિમાન રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં પડ્યું હતું જે ખૂબ ગીચ વસતી ધરાવતો વિસ્તાર છે એટલે નિર્દોષ લોકો માર્યા ગયા. સામાન્ય રીતે વિમાનો ખુલ્લામાં તૂટી પડતાં હોય છે ત્યારે આજુબાજુ કોઈ ન હોવાથી બીજા જાનહાની થતી નથી.

વધુ વાંચો : સેક્સ માટે સોનમની શરત જાણીને શરમ આવી જશે, પતિએ રાજાને માનવી જ પડી, બહુ હેરાનીભરી

274થી વધુના મોત

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 સરદાર પટેલ એરપોર્ટ પરથી ઉપડ્યાંની 5 જ મિનિટમાં મેઘાણીનગરમાં ડોક્ટરોની હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થઈ હતી જેમાં પ્રવાસીઓ અને જમીન પર રહેલા લોકોના મોત થયાં હતા, અત્યાર સુધી 274 લોકોના મોત થયાં હતા.

શું હતી 1988ની અમદાવાદ વિમાન ટ્રેજેડી

165થી વધુ લોકોનો ભોગ લેનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ અમદાવાદમાં જ સન 1988ની ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ ટ્રેજેડીની યાદ તાજી કરી છે. 19 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈથી આવી રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ અમદાવાદમાં કોતરપુર નજીક ક્રેશ થઈ ગઈ હતી જેમાં 133 લોકોના મોત થયા હતા, વિમાનમાં કલ 135 લોકો સવાર હતા અને જેમાંથી માત્ર 2 લોકો જ બચ્યાં હતા. 1988ની ટ્રેજેડીમાં બચી ગયેલા બેમાં અમદાવાદ અશોક અગ્રવાલ હતા, તે સમયે તેમની 22 વર્ષની પત્ની અને 11 મહિનાની પુત્રીનું પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું પરંતુ અશોક અગ્રવાલ બચી ગયા હતા જોકે વર્ષો સુધી તેમની યાદશક્તિ જતી રહી હતી. આ પછી માર્ચ 2020માં અમદાવાદના એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Ahmedabad Air India plane crash Ahmedabad Plane Crash tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ