બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નવો ફણગો ! સેક્સ માટે સોનમની શરત જાણીને શરમ આવી જશે, પતિ રાજાને માનવી પડી, બહુ હેરાનીભરી
Last Updated: 11:04 AM, 14 June 2025
એમપીના ઈન્દોરમાં પત્ની સોનમ રઘુવંશીને હાથે હત્યાનો ભોગ બનેલા પતિ રાજા રઘુવંશીના પિતાએ આખરે વહુ સોનમને લઈને એક શરમજનક વાત જાહેર કરી છે જે જોઈને કહી શકાય છે કે સોનમ બધી રીતે પૂરી હતી. રાજા રઘુવંશીના પિતાએ કહ્યું કે લગ્ન બાદ સોનમે તેમના દીકરા રાજાને સંબંધ બાંધવા દીધો નહોતો અને તેનાથી દૂર રહેતી હતી. તેને બીજા કોઈ સાથે અફેર હતું. સોનમનો આખો પરિવાર જાણતો હતો કે તેનું કોઈ બીજા સાથે અફેર છે, તે અફેરને કારણે તેમના ઘરમાં દરરોજ ઝઘડા થતા હતા. પડોશના લોકોએ પણ પરિવારમાં ઝઘડા અને દલીલોના અવાજો સાંભળ્યા હતા.
ADVERTISEMENT
સેક્સ માટે સોનમે શું શરત મૂકી
પ્રેમી રાજ સાથે ગાઢ સંબંધમાં આવેલી સોનમે લગ્ન બાદ પતિ રાજા સામે સેક્સ માટે એક શરત મૂકી હતી. હકીકતમાં સોનમ નહોતી ઈચ્છતી કે તેનો પતિ તેના શરીરનો સ્પર્શ કરે એટલે કે કોઈને કોઈ બહાને તેને દૂર રાખતી હતી એટલે સોનમ એક પ્લાન બનાવ્યો અને એવું કહ્યું કે તે પહેલા આસામના કામાખ્યા મંદિરના દર્શને કરી લે પછી જ તે તેને શરીર સંબંધ રાખવા દેશે, રાજા આ વાત માની ગયો હતો પરંતુ હકીકતમાં સોનમે કામાખ્યાના દર્શનને બહાને તેનો અસલી પ્લાન રાજાને મારવાનો હતો.
ADVERTISEMENT
સોનમના પરિવારને સમાજ બહાર કાઢો
રાજાના પિતાએ કહ્યું કે મારા પુત્રની હત્યામાં જે પણ સંડોવાયેલ છે તેને ફાંસી આપવી જોઈએ. આ કેસમાં વધુ લોકો આગળ આવશે. સોનમના પિતાની ફેક્ટરીના લોકો પણ પકડાશે. હું રઘુવંશી સમુદાયને આખા પરિવારને સમાજમાંથી બહાર કાઢવા માટે કહીશ. તેમને મૃત્યુદંડ આપવો જોઈએ. મારા પુત્રના હત્યારા અને આ હત્યામાં સામેલ તમામ આરોપીઓને ફાંસી આપવી જોઈએ. જનતાએ આરોપીને મારી નાખ્યો, જનતામાં ભારે ગુસ્સો છે.
ADVERTISEMENT
એકાદશીનું વ્રત રાખીને હોટલમાં ભરપેટ ભોજન કર્યું
રાજા સાથે હનીમૂન માટે ગયેલી સોનમે તેની સાસુને ફોન પર કહ્યું હતું કે તે એકાદશીનું વ્રત રાખી રહી છે, પરંતુ તેણે અને ચાર હત્યારાઓએ હોટલમાં ભરપેટ ભોજન કર્યું હતું. પડોશીઓએ જણાવ્યું હતું કે ઝઘડો લગ્નના ત્રણ દિવસ પહેલા થયો હતો જ્યારે પરિવારના સભ્યોએ કહ્યું હતું કે તેના લગ્ન સારા પરિવારમાં થયા છે અને છતાં તે ગુસ્સે હતી.
ADVERTISEMENT
સોનમે પ્રેમી રાજને રાજાના મર્ડરનું કહ્યું
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમના લગ્નના દિવસે રાજ કુશવાહા ખૂબ રડ્યો હતો અને ત્યારબાદ રાજના મિત્રોએ નક્કી કર્યું કે તેઓ રાજા રઘુવંશીને મારી નાખશે. લગ્નના દિવસે જ રાજે સોનમને રાજાને શિલોંગ લાવવા કહ્યું હતું અને તેઓ તેને ત્યાં મારી નાખશે. લગ્ન પછી, સોનમે રાજાને કહ્યું હતું કે જ્યાં સુધી આપણે કામાખ્યાના દર્શન નહીં કરીએ, ત્યાં સુધી આપણે દૂર રહીશું. પછી રાજાને શિલોંગની પહાડીઓમાં મારીને ફેંકી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.