બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અજબ ગજબ / Viral / પ્લેન ક્રેશમાં પત્ની-પુત્રીના મોત બાદ એકલા બચેલાં અમદાવાદી અશોક સાથે બન્યું ભારે હેરાનીભર્યું, જાણીને આંચકો લાગશે
Last Updated: 09:42 AM, 14 June 2025
165થી વધુ લોકોનો ભોગ લેનારી અમદાવાદ વિમાન દુર્ઘટનાએ અમદાવાદમાં જ સન 1988ની ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ ટ્રેજેડીની યાદ તાજી કરી છે. 19 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈથી આવી રહેલી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ અમદાવાદમાં કોતરપુર નજીક ક્રેશ થઈ ગઈ હતી જેમાં 133 લોકોના મોત થયા હતા, વિમાનમાં કલ 135 લોકો સવાર હતા અને જેમાંથી માત્ર 2 લોકો જ બચ્યાં હતા.
ADVERTISEMENT
🟢 #DidYouKnow | In 1988, TACA Flight 110, a Boeing 737-300, lost both engines in a storm over Louisiana. The crew safely managed to make a successful dead-stick landing on a narrow grass levee at a NASA facility. Hail and rain caused the failure. #Airways #Aviation pic.twitter.com/e4k77zCoWk
— Airways Magazine (@airwaysmagazine) June 8, 2025
અશોક અગ્રવાલ બચ્યાં બાદમાં હાર્ટ એટેકથી મોત
ADVERTISEMENT
1988ની ટ્રેજેડીમાં બચી ગયેલા બેમાં અમદાવાદ અશોક અગ્રવાલ હતા, તે સમયે તેમની 22 વર્ષની પત્ની અને 11 મહિનાની પુત્રીનું પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું પરંતુ અશોક અગ્રવાલ બચી ગયા હતા જોકે વર્ષો સુધી તેમની યાદશક્તિ જતી રહી હતી. આ પછી માર્ચ 2020માં અમદાવાદના એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું.
ahmedabad plane crash
— يمني مهفوف - yemeni Mahfouf (@yemenimahfouf) June 13, 2025
1988
Full video and photo
🥲👇https://t.co/3nutypkwD5 pic.twitter.com/CHiiAurdRi
ADVERTISEMENT
બચનારા બીજા કોણ હતા?
1988ની ઘટનામાં બેને બાદ કરતાં બધા મરી ગયા હતા. અશોક અગ્રવાલની ઉપરાંત બચનારા બીજા વિનોદ ત્રિપાઠી હતા, જોકે તેઓ એટલા બધાં ચર્ચામાં આવ્યાં નહોતા.
ADVERTISEMENT
1988માં અમદાવાદ પ્લેન ક્રેશમાં
19 ઓક્ટોબર 1988ના રોજ, ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-113 મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. લેન્ડિંગ કરતી વખતે, વિમાન રનવે પર ઉતરતા પહેલા જ ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર 135 લોકોમાંથી 133 લોકોના મોત થયાં હતા.
ADVERTISEMENT
દાયકાઓ બાદ 2025માં ફરી અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી ઘટના
ADVERTISEMENT
1988 બાદ હવે 2025માં ફરી અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી ઘટના બની છે. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડેલું એર ઈન્ડિયાનું વિમાન શહેરની અંદર જ મેઘાણીનગર વિસ્તારમાં ડોક્ટરોની હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થયુ હતું જેમાં 165થી વધુ લોકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.