બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશને લઇને સૌથી મોટો ખુલાસો, પ્લેન અંગે સામે આવી ચોંકાવનારી માહિતી

અમદાવાદ પ્લેન ક્રેશ / અમદાવાદ પ્લેન ક્રેશને લઇને સૌથી મોટો ખુલાસો, પ્લેન અંગે સામે આવી ચોંકાવનારી માહિતી

Last Updated: 11:29 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત ખામી સર્જાઇ હતી.. ચોથી વખત જે ખામી સર્જાઇ તેમાં પ્લેન ક્રેશ થઇ ગયું

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે.. હાલ જે વાત સામે આવી છે તે મુજબ એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત ખામી સર્જાઇ હતી.. ચોથી વખત જે ખામી સર્જાઇ તેમાં પ્લેન ક્રેશ થઇ ગયું.. એર ઇન્ડિયાનું આ પ્લેન 12 વર્ષ જુનું હતું. 70 દિવસ પહેલા પણ આ પ્લેનમાં ખામી સર્જાઇ હતી. ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પ્લેનમાં ખામી સર્જાઇ હતી..

પ્લેન ક્રેશની ઘટનાને લઇને ગઇકાલે ઉડ્ડયન નિષ્ણાતો દિવસભર તેના કારણો અંગે અનુમાન લગાવતા રહ્યા. બધાએ કહ્યું કે વિમાનના જાળવણીમાં ખામી એ સંભવિત કારણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક લેન્ડિંગ પછી એન્જિનિયરોની એક ટીમ વિમાનનું નિરીક્ષણ કરે છે. ખાસ કરીને જ્યારે વિમાન આંતરરાષ્ટ્રીય રૂટ પર લાંબા અંતર માટે ઉડાન ભરે છે, ત્યારે નિરીક્ષણ વધુ બારીકાઈથી કરવામાં આવે છે.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં અગાઉ પણ ખામીઓ સામે આવી ચૂકી છે

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર 2011 માં એર ઇન્ડિયાના કાફલામાં જોડાયું હતું. 186 ફૂટ લાંબુ અને 197 ફૂટની પાંખો ધરાવતું આ વિમાન 248 મુસાફરોને લઈ જઈ શકે છે. જનરલ ઇલેક્ટ્રિક GEnx-1B અથવા રોલ્સ-રોયસ ટ્રેન્ટ 1000 એન્જિન દ્વારા સંચાલિત, તે 13,530 કિમીનું અંતર કાપે છે અને 25% ઓછું ઇંધણ વાપરે છે. પરંતુ તેની શરૂઆતથી જ સમસ્યાઓ ઊભી થઈ. 2013 માં, જાપાન એરલાઇન્સના બોઇંગ 787 માંથી બે વાર ઇંધણ લીક થયું, ત્યારબાદ તેને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું. તે જ વર્ષે, યુનાઇટેડ એરલાઇન્સના બોઇંગ 787 ની મુખ્ય બેટરીમાં ખામી નોંધાઈ હતી, જેના કારણે જાપાન અને અમેરિકાએ તેમના કાફલાની તપાસ શરૂ કરી હતી.

બોઇંગ 787 ડ્રીમલાઇનરની ખાસિયતો

બોઇંગ 787 ડ્રીમલાઇનરનું આયુષ્ય કંપનીના જણાવ્યા પ્રમાણે 44,000 ફ્લાઇટ સાયકલનું છે, આ ઉડાન સાયકલ પ્રમાણે તેનું આયુષ્ય અંદાજે 30 થી 50 વર્ષનું ગણી શકાય.. જ્યારે મોટાભાગના કોમર્શિયલ વિમાન લાંબા સમય સુધી સેવામાં રહેતા નથી. અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન ફક્ત સાડા 11 વર્ષ જૂનું હતું.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના ફિચર્સ

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક પહોળું, મધ્યમ કદનું અને લાંબા અંતરનું વિમાન છે જે 210 થી 250 બેઠકો સાથે 8,500 નોટિકલ માઇલ (9,800 માઇલ) સુધી મુસાફરી કરી શકે છે. તે 20% ઓછા ઇંધણ વપરાશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.

આ પણ વાંચોઃ

કાળનો કોળીયો બનનારા લોકોની કરૂણાંતિકા, કોઇ પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી આવ્યું હતું તો કોઇ મેડિકલ સારવાર માટે

અમદાવાદ થી લંડન ફ્લાઇટ

અમદાવાદથી લંડનની ફ્લાઇટ લગભગ 7,000 કિમીની છે. તે 787-8 ડ્રીમલાઇનર માટે એકદમ યોગ્ય છે. આ વિમાન આરામદાયક અને કાર્યક્ષમ હતું. આજે, એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને એતિહાદ જેવી ઘણી એરલાઇન્સ આ રૂટ પર 787-8નો ઉપયોગ કરે છે.

સુરક્ષા ફિચર્સ

એડવાન્સ્ડ સિક્યુરિટી સ્ક્રીનીંગ: એરપોર્ટ પર મુસાફરોનું કડક સ્ક્રીનીંગ થાય છે, જેમાં સામાન, બોડી સ્કેન અને આઈડી વેરિફિકેશનનો સમાવેશ થાય છે.

કોકપીટ સુરક્ષા: 787-8 માં કોકપીટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ છે, જે અનધિકૃત પ્રવેશને રોકવામાં મદદ કરે છે.

સાયબર સુરક્ષા: એરક્રાફ્ટ સિસ્ટમને હેકિંગથી બચાવવા માટે એડવાન્સ સાયબર સિક્યુરિટી મેજર્સ છે.

ઇન્ટેલિજન્સ શેરિંગ: એરલાઇન્સ અને સરકારી એજન્સીઓ રીયલ ટાઇમ ઇન્ટેલિજન્સ શેયર કરે છે, જેથી કોઇપણ જોખમની માહિતી પહેલેથી મળી શકે

આ પણ વાંચોઃ PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, ચહેરા પર જોવા મળ્યું ઉંડુ દુઃખ

અન્ય સેફ્ટી મેજર્સ

રિડન્ડન્ટ સિસ્ટમ્સ: 787-8 પર ઘણી સિસ્ટમ્સ રિડન્ડન્ટ છે, જેમ કે એન્જિન, હાઇડ્રોલિક્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, જેથી જો એક સિસ્ટમ નિષ્ફળ જાય, તો બીજી સિસ્ટમ કામ કરવાનું ચાલુ રાખશે.

એડવાન્સ્ડ નેવિગેશન: GPS અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સાથે, પાઇલટ્સને ચોક્કસ નેવિગેશન મળે છે.

કટોકટીની પ્રક્રિયાઓ: ક્રૂ સભ્યોને નિયમિત તાલીમ આપવામાં આવે છે, જેમાં કટોકટી ઉતરાણ, અગ્નિશામક અને તબીબી કટોકટીનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Plane Crash Incident Air India Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ