ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાળનો કોળીયો બનનારા લોકોની કરૂણાંતિકા, કોઇ પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી આવ્યું હતું તો કોઇ મેડિકલ સારવાર માટે
Last Updated: 07:53 AM, 13 June 2025
ADVERTISEMENT
પ્લેન ક્રેશ મામલે ખેડાના કુલ 17 લોકોનું લિસ્ટ ખેડા કલેકટરે જાહેર કર્યુ છે.. ઉત્તરસંડા ગામના રૂપલબેન પટેલે લંડન જવા માટે આ ફ્લાઈટમાં ઉડાન ભરી હતી.. રૂપલબેન મેડિકલ ટ્રીટમેન્ટ માટે 15 દિવસ માટે ભારત આવ્યા હતા. જે દરમિયાન ઉત્તરસંડા શાહી કુટીર સોસાયટી ખાતે રોકાયા હતા. રૂપલબેન પતિ સહિત ત્રણ બાળકો સાથે છેલ્લા 15 વર્ષથી લંડન સ્થાયી થયા હતા.. તેમની ઓળખ માટે તેમના ભાઈએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું હતું. સગા સંબંધીઓ તેમજ સમાજના લોકો રૂપલબેનના ભાઈના ઘરે પહોંચ્યા છે..
ADVERTISEMENT
રૂપલબેન ભાઈના ઘરે રોકાણ દરમિયાન તેમની દેખભાળ રાખી હતી.. જેઓ આ ઘટનામાં રૂપલબેનના મોત બાદ ખુબજ આઘાતમાં છે.
પ્લેન ક્રેશમાં વડોદરાના 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. કરજણના સાંસરોદ ગામનું દંપતી પણ પ્લેનમાં સવાર હતું.. આ કરુણ દુર્ઘટનામાં તાજુ આદમ અને તેની પત્ની હસીના આદમનું મોત થયું. દંપતીના મોતથી પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. તાજુ અને હસીના બંને 30 વર્ષથી લંડનમાં સ્થાયી થયા હતા. બંને એક મહિનાથી પોતાના વતન સાંસરોદમાં આવ્યા હતા. એક મહિના પછી દંપતી એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડન પરત જઈ રહ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદના લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયનનું પ્લેન ક્રેશમાં મોત થયું છે..તેમના પિતાનું નિધન થયું હોવાથી અંતિમ સંસ્કાર અર્થે તેઓ લંડનથી મણિનગર આવ્યા હતા.. પિતાના અંતિમ સંસ્કાર બાદ તેઓ લંડન પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બનનારા લોકોમાંથી એક બન્યા.
આ પણ વાંચોઃ સૌથી સુરક્ષિત ભારતીય એરલાઇન કઈ છે ? કોની પાસે કેટલા વિમાન છે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ