ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCના અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા મોંઘી, 10 વર્ષમાં કર્યો અધધ 2450000000નો ખર્ચ

અમદાવાદ / AMCના અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા મોંઘી, 10 વર્ષમાં કર્યો અધધ 2450000000નો ખર્ચ

Last Updated: 09:46 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો ઉપરાંત સિક્યુરિટી પાછળ પણ મસ મોટો ખર્ચ કરવામાં આવે છે. . કોર્પોરેશનની વિવિધ કચેરીઓ , હોસ્પિટલ અને ભવન ખાતે બાઉન્સરો તેમજ સુરક્ષા જવાનો રાખવામાં આવે છે

ADVERTISEMENT

અમદાવાદ મહાનગર પાલિકા બાઉન્સરોનો અખાડો બન્યો હોય તેમ જણાય છે આ વાત અમે એમનેમ જ નથી કહી રહ્યા .આ કહેવાનું કારણ એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા માટે રખાયેલા સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ જેટલો ખર્ચ થયો છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો ઉપરાંત સિક્યુરિટી પાછળ પણ મસ મોટો ખર્ચ કરવામાં આવે છે. . કોર્પોરેશનની વિવિધ કચેરીઓ , હોસ્પિટલ અને ભવન ખાતે બાઉન્સરો તેમજ સુરક્ષા જવાનો રાખવામાં આવે છે. છેલ્લા દસ વર્ષમાં સિક્યુરિટી પાછળ 245 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. એસ્કોર્ટ સિક્યુરિટી ... શક્તિ સિક્યુરિટી.. પેન્થર સિક્યુરિટી..વગેરે જેવી 11 સિક્યુરિટી કંપનીના 1851 ગાર્ડ સુરક્ષા નું કાર્ય કરે છે. .... બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ પાછળ મસ મોટી રકમ ખર્ચવામાં આવે છે..આ બાઉન્સરો પાછળ દર વર્ષે રૂ 50 કરોડ નો ખર્ચ કરવામાં આવે છે ..તંત્રનું કહેવું છે કે સુરક્ષા ને ધ્યાન માં રાખી સિક્યુરિટી રાખવી જરૂરી છે..

વિપક્ષનું કહેવું છે કે હોસ્પિટલોમાં તેમજ મનપાની કચેરીઓમાં બાઉન્સર રાખવામાં આવે છે. બાઉન્સરો દ્વારા નાગરિકોને વગર કારણે હેરાન કરવામાં આવે છે. ફરિયાદ લઈને આવતા લોકોને ડરાવવા માં આવે છે. . તંત્ર દ્વારા સિક્યુરિટી પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં કંપનીઓ દ્વારા નિયત કરતા ઓછા સિક્યુરિટી ગાર્ડ મુકાયા હોવાની ઘટના ભૂતકાળમાં સામે આવી હતી અને વિવિધ કંપનીઓને પેનલ્ટી પણ કરવામાં આવે છે ..અહીં મનપા ના સત્તાધીશો માનીતી કંપનીઓને બાઉન્સરોનો કોન્ટ્રાક્ટ આપી કમાણી કરાવી ભ્રષ્ટાચાર આચરે છે ..

આ પણ વાંચોઃ હોળીને લઈને તંત્રનો મોટો નિર્ણય, સોસાયટીની બહાર હોલિકા દહન કરતા લોકો ખાસ વાંચે

મહાનગરપાલિકામાં નાગરિકો પોતાની પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો લઈ આવે છે પરંતુ આ નાગરિકોને ડરાવવા માટે બાઉન્સરો રાખવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે ..245 કરોડ નો ખર્ચે નાગરિકોની સુખાકારી માટે એક હોસ્પિટલનું નિર્માણ થાય તેટલો છે ..પરંતુ મહાનગર પાલિકાના સત્તાધીશોને પ્રજા થી લાગતા ડર ને કારણે બાઉન્સરોના નામે મળતિયાઓને લ્હાણી થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cost Security AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ