બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નવલા નોરતામાં ક્યાં ક્યાં જામો પડશે? ગુજરાતનાં મુખ્ય શહેરોનાં ટોપ ગરબા વેન્યૂનું લિસ્ટ, જાણો A TO Z માહિતી
Last Updated: 08:00 PM, 21 September 2025
Ahmedabad Garba: શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પાવન તહેવારના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્રી મહોત્સવને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ગરબે ઘુમવા માટે થનગનતા ખેલૈયાઓ પણ પોતાના શહેરમાં કઇ જગ્યાએ કેવું આયોજન કરવામાં આવ્યુ છે એ જાણવા માટે ઉત્સુક છે ત્યારે અમે તમને ગુજરાતનાં મુખ્ય શહેરોનાં ટોપ ગરબા વેન્યૂનું લિસ્ટ સાતે A TO Z માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. ગરબા રસીકો ખાસ કરીને પાસની કિંમત કેટલી હશે ?, ગરબાનો ટાઇમ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો હશે? અને ગરબાના કલાકાર કયા હશે તે જાણવા ઉત્સુક હોય છે.
ADVERTISEMENT
નવરાત્રિએ ધાર્મિક તહેવાર છે. આ નવ દિવસ મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તેમજ રાત્રે માતાજીના ખેલૈયાઓ દ્વારા ગુણલા ગાઇને ગરબે ઘુમે છે. ચળિયા ચોળીમાં સજ્જ થઈને મહિલાઓ ગરબે રમે છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં ઘણી જગ્યાએ ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.
નવરાત્રિમાં ક્યારે કયુ નોરતું જાણો તારીખ પ્રમાણે તિથિ#navratri #navratri2025 #navratrispecial #navratritithi #VTVDigital #vtvcard pic.twitter.com/Xsn6PKAZdE
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 19, 2025
ADVERTISEMENT
ગુજરાતનાં મુખ્ય શહેરોનાં ટોપ ગરબા વેન્યૂનું લિસ્ટ
અમદાવાદઃ
ADVERTISEMENT
ગરબા વેન્યૂઃ (નોરતા નગરી) એસી ડોમ
એસપી રિંગ રોડ, ગોપાલ ફાર્મની સામે, સરખેજ-ઓકાફ રોડ
ADVERTISEMENT
કલાકારઃ કીર્તિદાન ગઢવી
ટાઇમિંગ્સઃ રાત્રે 9-30 કલાકથી
ADVERTISEMENT
પાસઃ રૂપિયા 799થી શરૂ
ગરબા વેન્યૂઃ સ્વર્ણિમ નગરી ગરબા(એસી ડોમ)
ADVERTISEMENT
જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ નજી, મકરબા, છનાલાલ જોષી માર્ગ
કલાકારઃ જિગરદાન ગઢવી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી
પાસઃ રૂપિયા 799થી 2999 સુધી
ગરબા વેન્યૂઃ સુવર્ણ નવરાત્રી(એસી ડોમ)
વીઆઇપી રોડ, એસજી હાઇવે નજીક, વાયએમસીએ રોડ, મકરબા
કલાકારઃ પુર્વા મંત્રી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી 1 કલાક સુધી
પાસઃ રૂપિયા 799થી 12000

ગરબા વેન્યૂઃ રંગ મોરલા
ગ્રીન અંદાજ પાર્ટી પ્લોટ, સાણંદ ચોકડી પાસે, એસજી હાઇવે, મકરબા
કલાકારઃ આદિત્ય ગઢવી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 1999થી રૂપિયા 17499
ગરબા વેન્યૂઃ મા નવરાત્રિ
બીએસપીએસ મંદિર નજીક, બોપલ
કલાકારઃ જિજ્ઞેશ કવિરાજ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી
પાસઃ રૂપિયા 499

ગરબા વેન્યૂઃ ગ્રૂવ ગરબા, આર.કે.પાર્ટી પ્લોટ, સિંધુ ભવન રોડ
કલાકારઃ જોજો દવે, બ્રિજેશ પરીખ, ધ્રુવમ ત્રિવેદી, તારિકા જોષી, દેવાંશી પંડ્યા
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 699થી 1299 સુધી
ગરબા વેન્યૂઃ આધ્યા શક્તિ ગરબા, અદાણી શાંતિગ્રામ, અડાલજ.
કલાકારઃ ઐશ્વર્યા જોષી, દેવાંગ પટેલ, અંકિતા ત્રિવેદી
ટાઇમિંગ્સઃ રાત્રે 8-30 કલાકથી
પાસઃ રૂપિયા 1000

ગરબા વેન્યૂઃ ઉદગમ ગરબા
સવાન્ના પાર્ટી પ્લોટ, એસપી રિંગ રોડ, એપલવૂડ્સ પાસે, શેલા
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટ્સ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 399થી 2100 રૂપિયા
ગરબા વેન્યૂઃ શેરી સર્કલ ટોલટેક્સ
એસપી રિંગ રોડ, ઓગણજ
કલાકારઃ આયુષ શ્રોતિયા, માનસી મેરિયા, વેદાંત રાવત
ટાઇમિંગ્સઃ 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 999થી રૂપિયા 7999 સુધી

ગરબા વેન્યૂઃ શક્તિ સંધ્યા
શક્તિ સંધ્યા ગ્રાઉન્ડ, પટેલ કેફે પાસે, એસજી હાઇવે, ગોતા
કલાકારઃ દિવ્યા ચૌધરી
ટાઇમિંગ્સઃ રાત્રે 9 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 249થી રૂપિયા 1799 સુધી
ગરબા વેન્યૂઃ ગરબીના ગરબા
રુજવન ગ્રીન્સ, સનાવડ, ખાત્રજ-કલોલ રોડ
કલાકારઃ ટ્રેડિશનલ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી શરૂ
પાસઃ રૂપિયા 1499થી શરૂ
ગરબા વેન્યૂઃ એમવાય એફએમ ગરબા નાઇટ્સ
લેવિશ ગ્રીન પાર્ટી પ્લોટ, સિંધુ ભવન રોડ, થલતેજ
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટસ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 699થી રૂપિયા 2999 સુધી

ગરબા વેન્યૂઃ શંકુઝ દાંડિયા
કર્ણાવતી ક્લબ, ઇસ્કોન ચારરસ્તા પાસે, એસજી.હાઇવે, અમદાવાદ
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટ્સ
ટાઇમિંગ્સઃ રાત્રે 8-30 કલાકથી
પાસઃ રૂપિયા 999
ગરબા વેન્યૂઃ રાધે રાસ 2.0, વિવિઆના ફાર્મ, વીઆઇપી રોડ, સાઉથ બોપલ
કલાકારઃ ઇશાની દવે, ડિમ્પલ બિસ્કિટવાલા
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી શરૂ
પાસઃ રૂપિયા 499
ગરબા વેન્યૂઃ રાતલડી- ધમંડલી ગરબા
મહેન્દ્ર ફાર્મ, રાંચરડા રોડ, શીલજ
કલાકારઃ ટ્રેડિશનલ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી
પાસઃ રૂપિયા 999 થી 13800 સુધી
ગરબા વેન્યૂઃ કેસરિયા નોરતા, પાલીબા ફાર્મ, જગતપુરા રોડ, ચાંદખેડા
કલાકારઃ જૈમિની લિંબાચિયા, બ્રિજેશ પારેખ, ખુશ્બૂ આસોડિયા
ટાઇમિંગ્સઃ
પાસઃ રૂપિયા 499થી રૂપિયા 799
ગરબા વેન્યૂઃ જોબનિયું, યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડ, એસપી રિંગ રોડ
કલાકારઃ ઓસમાણ મીર, આમિર મીર
ટાઇમિંગ્સઃ સાંજે 8 કલાકથી
પાસઃ રૂપિયા 199

વડોદરા
ગરબા વેન્યૂઃ યુનાઇટેડ વે, એમ.એમ. પટેલ ફાર્મ પાછળ, કલાલી
કલાકારઃ અતુલ પુરોહિત
ટાઇમિંગ્સઃ રાત્રે 8થી શરૂ
પાસઃ રૂપિયા 2100થી રૂપિયા 5500
ગરબા વેન્યૂઃ લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા
મોતીબાગ, લક્ષ્મી વિલાસ પેલેસ પરિસર
કલાકારઃ સચિન લિમયે, આશિતા લિમયે
ટાઇમિંગ્સઃ 8 કલાકથી શરૂ રાત્રે
પાસઃ રૂપિયા 2100થી રૂપિયા 5500
ગરબા વેન્યૂઃ મા શક્તિ ગરબા
ગુજરાત હા.બોર્ડ ગ્રાઉન્ડ, સમતા પોલીસ ચોકી પાસે, સુભાનપુરા
કલાકારઃ અચલ મહેતા
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 500થી રૂપિયા 2500

ગરબા વેન્યૂઃ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ
બીઆરજી કેમ્પસ
મહારાજા ચોક, સનફાર્મા રોડ
કલાકારઃ કૈરવી બૂચ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 700થી રૂપિયા 2500
ગરબા વેન્યૂઃ શ્રી નવ શક્તિ ગરબા મહોત્સવ
એસ.બી.પટેલ ફાર્મ, સમા સાવલી રોડ
કલાકારઃ ધ્વનિત જોશી, વૈશાલી પ્રજાપતિ, સમીર પ્રજાપતિ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 300થી રૂપિયા 1500
ગરબા વેન્યૂઃ આઇએમએ ગરબા
વિનસ પહેલ ગ્રાઉન્ડ, ઓ.પી.રોડ
કલાકારઃ નિલેશ પરમાર, નિશા પારગી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 300થી શરૂ

રાજકોટ
ગરબા વેન્યૂઃ નીલસિટી ક્લબ દાંડિયા
રેડિયસ પાર્ટી લોન, ન્યૂ 150 ફૂટ રિંગ રોડ
કલાકારઃ નિતીન દેવકા, વિશ્વ શાહ
ટાઇમિંગ્સઃ રાતે 8 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 3500થી રૂ.25000
ગરબા વેન્યૂઃ રાસવિલા બાય સ્પોર્ટ્સ વિલા, મોમેન્ટ પાર્ટી પ્લોટ
150 ફૂડ રિંગ રોડ.
કલાકારઃ એકતા પુરેચા, કૌશલ પુરેચા, તેજસ કોઠારી
ટાઇમિંગ્સઃ રાત્રે 8થી 12 કલાક સુધી
પાસઃ રૂપિયા 5500થી રૂપિયા 12000
ગરબા વેન્યૂઃ સહિયર રાસોત્સવ
રેસકોર્સ મેદાન, રાજકોટ
કલાકારઃ રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા
ટાઇમિંગ્સઃ 8 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 1700થી રૂ.2500

ગરબા વેન્યૂઃ ક્લબ યુવી રાસોત્સવ
ન્યૂ 150 ફૂટ રિંગ રોડ
કલાકારઃ મયુર બુદ્ધદેવ, અક્ષિલ પટેલ, અવનિ પીઠડિયા, માનસી પટેલ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 1000થી રૂપિયા 2500
ગરબા વેન્યૂઃ ખોડલધામ નવરાત્રિ, વેસ્ટ ઝોન
80 ફૂટ રોડ, સર્વોદય સ્કૂલ પાસે
કલાકારઃ ક્રિષ્ણા પટેલ, કિરણ ગજેરા, જય દવે
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી શરૂ
પાસઃ રૂપિયા 1500થી 2000
સુરત
ગરબા વેન્યૂઃ યશ્વી ગરબા(એસી ડોમ)
ભગવાન મહાવીર કોલેજ સામે, વીઆઇપી રોડ, વેસુ
કલાકારઃ કિંજલ દવે
ટાઇમિંગ્સઃ રાત્રે 7થી 12 કલાક
પાસઃ રૂપિયા 1000
ગરબા વેન્યૂઃ ઓજી નવરાત્રી(એસી ડોમ)
સરસાણા એક્ઝિબિશન સેન્ટર
કલાકારઃ હરિઓમ ગઢવી, કેસર બાવળિયા, યુતિકા વર્મા
ટાઇમિંગ્સઃ રાત્રે 9 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 777
ગરબા વેન્યૂઃ કેસરિયા 3.0(એસી ડોમ), ડુમસ રોડ, ટીજીબીની બાજુમાં
કલાકારઃ જયસિંગ ગઢવી, સ્તુતિ વોરા
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 800થી રૂપિયા 6000

ગરબા વેન્યૂઃ સુવર્ણ નવરાત્રિ(એસી ડોમ)
વીઆર મોલ સામે, ડુમસ રોડ.
કલાકારઃ ઉમેશ બારોટ, રાજ ગઢવી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી 12 કલાક
પાસઃ રૂપિયા 1000
ગરબા વેન્યૂઃ ગુજરાત ગરબા
ગેલેક્ષી(એસી ડોમ) ધ ગ્રાન્ડ ભગવતી હોટલ, ડુમસ રોડ
કલાકારઃ મિતાલી મહંત
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 450થી 6500
ગરબા વેન્યૂઃ ઝણકાર નવરાત્રિ
નીલગીરી ગ્રાઉન્ડ, લિંબાયત
કલાકારઃ પ્રવીણ રાવત, ત્વિશા ભરવાડ, જુ.બપ્પીદા
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 800થી 6000

ગાંધીનગર
ગરબા વેન્યૂઃ કલ્ચરલ ફોરમ, જય અંબે ચોક, સેક્ટર 13 બી
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટ્સ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી
પાસઃ રૂપિયા 500
ગરબા વેન્યૂઃ થનગનાટ ગરબા
ઘ-રોડ, સેક્ટર 6, પેટ્રોલ પંપ પાસે
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટ્સ
ટાઇમિંગ્સઃ રાત્રે 9 વાગ્યાથી
પાસઃ રૂપિયા 499થી રૂપિયા 3500
ગરબા વેન્યૂઃ ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ
બ્લોક નંબર 38, બિઝનેસ સેન્ટર, ગિફ્ટ સીટી ક્લબ રોડ
ઝોન-3, ગાંધીનગર
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટ્સ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી
પાસઃ રૂપિયા 499થી રૂપિયા 4491
નવરાત્રિ 2025 ઘટસ્થાપન મુહૂર્ત#Navratri #Navratri2025 #ghatsthapanamuhurat2025 #ghatsthapanamuhurat #shubhmuharat #Gujarat #VTVDigital pic.twitter.com/d1BTGQBNYN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 19, 2025
ભાવનગર
ગરબા વેન્યૂઃ ઝાંઝર નવરાત્રિ
7 સ્ટાર બોક્સ ક્રિકેટ, રિંગ રોડ
કલાકારઃ પ્રવીણ બારોટ, દિશા વિઠ્ઠાની, અર્ચના જોષી, શરદ જોષી
ટાઇમિંગ્સઃ 8-30કલાકથી શરૂ
પાસઃ રૂપિયા 2500
ગરબા વેન્યૂઃ રંગોલી દાંડિયા, રંગોલી પાર્ક રિસોર્ટસ, વરતેજ
કલાકારઃ પૂજા કલ્યાણી, સન્ની શાહ, હરીશ બેરાડિયા, પરાગ વોરા
ટાઇમિંગ્સઃ રાત્રે 8-30 કલાકથી શરૂ
પાસઃ રૂપિયા 400થી 3099

જૂનાગઢ
ગરબા વેન્યૂઃ રોયલ ક્લબ થનગનાટ દાંડિયા
બજરંગ ફાર્મ, ખામધ્રોળ ચોકડી, બાયપાસ
કલાકારઃ હિતેશ્વ નાણાવટી, શીતલ ત્રિવેદી
ટાઇમિંગ્સઃ રાત્રે 8 વાગ્યાથી શરૂ
પાસઃ રૂપિયા 3000
ગરબા વેન્યૂઃ મિશ્રી રાસોત્સવ
વૃંદાવન પાર્ટી પ્લોટ, ઝાંઝરડા રોડ
કલાકારઃ મલ્ટિપલ આર્ટિસ્ટસ
ટાઇમિંગ્સઃ રાત્રે 8 કલાકથી
પાસઃ રૂપિયા 1500
તમારા ચહિતા કલાકારો ક્યા કરશે પર્ફોમ જાણો?
કિર્તીદાન ગઢવી
નોરતાં નગરી, સાકેત 1ની નજીક, ગોપાલ ફાર્મની સામે, એસપી.રિંગ રોડ, અમદાવાદ
કિંજલ દવે
યશવી નવરાત્રિ, ભવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડ ,વેસુ, સુરત
ફાલ્ગુની પાઠક
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસી, મુંબઇ
ઐશ્ચર્યા મજમુદાર
રંગતાલી, અરુણ કુમાર વૈદ્ય ગ્રાઉન્ડ, બોરીવલી,મુંબઇ
ગીતા રબારી
નવરાત્રી ઉત્સવ, કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર 4, બોરીવલી, મુંબઇ
શ્યામલ -સૌમિલ મુનસી
રંગરાત્રિ, શાંતમફાર્મ, એસ.પી.રિંગ રોડ, અમદાવાદ
જિજ્ઞેશ કવિરાજ
બોપલ, સ્વામિનારાયણ મંદિર પાસે, અમદાવાદ
ભૂમિ ત્રિવેદી
રંગ રાસ, બાળા સાહેબ ઠાકરે મનોરંજન ઉધાન, ચીકવાડી બોરીવલી, મુંબઇ
આદિત્ય ગઢવી
ગ્રીન અંદાઝ પાર્ટી પ્લોટ, અમદાવાદ
ઓસમાણ મીર- આમિર મીર
સ્વર્ણિમ નગરી, એસી ડોમ ગરબા, અમદાવાદ
દેવાંગ પટેલ
24 સપ્ટે. ( આધ્યશક્તિ ગરબા, શાંતિગ્રામ, અમદાવાદ)
26 સપ્ટે.( રાધે ફાર્મ, ભાટ)
27 સપ્ટે.( શંકુઝ વોટર પાર્ક, મહેસાણા)
29 સપ્ટે.( થનગનાટ, ગાંધીનગર)
1 ઓક્ટો. સંકુઝ દાંડિયા, કર્ણાવતી ક્લબ
અતુલ પુરોહિત
યુનાઇટેડ વે, વડોદરા
હાર્દિક દવે, પ્રફૂલ દવે
નવશક્તિ, અમદાવાદ
અરવિંદ વેગડા
26 સપ્ટે.(એસપીયુ કેમ્પસ, વિસનગર)
1 ઓક્ટો.(શ્રી રાધે ફાર્મ, ભાટ ગામ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે)
સમીર અને માના રાવલ
29 સપ્ટે.( આર.કે.પાર્ટી પ્લોટ, સિંધુ ભવન રોડ, અમદાવાદ)
30 સપ્ટે.( આધ્ય શક્તિ ગરબા, શાંતિગ્રામ, અમદાવાદ)
બ્રિજરાજ ગઢવી
26 સપ્ટે.( આદ્યશક્તિ ગરબા, શાતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ)
પુર્વા મંત્રી
સુવર્ણ નવરાત્રિ, સુવર્ણ પ્રીમિયમ લોન, વીઆઇપી રોડ, વાયએમસી ક્લ્બ, એસડી હાઇવે, અમદાવાદ
ઇશાની દવે
24 સપ્ટે. ( રાધે રાસ, વિવાયાના ફાર્મ, વીઆઇપી રોડ અમદાવાદ)
28 સપ્ટે.( કર્ણાવતી યુનિ. ગરબા મહોત્સવ)
29 સપ્ટે. ( રાસરાત્રિ, ઓગણજ)

નવરાત્રિમાં ગરબા રમવા જતા પહેલા આટલું ધ્યાન રાખો
નવરાત્રિને આડે ગણતરીના કલાક બચ્યા છે, ત્યારે આજે જાણીએ કે ગરબા રમતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ગરબા રમતી વખતે જરા બેદરકારીને કારણે તહેવારની મજા ખરાબ થઈ શકે છે.
ગરબા રમવા જતા પહેલા હળવો ખોરાક લો.
ગરબા હોય કે દાંડિયા, શરૂ કરતા પહેલા વોર્મ-અપ કરવું જરૂરી
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ગરબા રમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી અથવા લીંબુ પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરબાને ધીમે-ધીમે શરૂ કરો. શરૂઆતમાં જ પૂર જોશમાં ગરબા કરવા લાગશો તો ઝડપથી થાક લાગી શકે છે.
સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ગરબા રમતી વખતે વચ્ચે-વચ્ચે બ્રેક લેતા રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ ધર્મ / શું તમે પણ નવરાત્રિમાં ઉપવાસ કરો છો?, તો ટ્રાઈ કરો આ 9 એનર્જી ડ્રિંક
નવરાત્રિમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું
112, 181, 108 જેવા ઇમરજન્સીમાં કામલાગતા નંબરો તમારા ફોનમાં સેવ કરો.
ગરબાના આયોજકનો નંબર ખાસ રાખવો.
ઘરેથી ગૃપમાં જતા હોય તો અલગ થઇને એકલા બીજે જવાનું ટાળવું જોઇએ ખાસ કરીને રાત્રીના સુમારે
પર્સ, મોબાઇલ, ઘરેણા જેવી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.
મહિલાઓ પેપર સ્પ્રે સાથે રાખી શકે
ગરબા સ્થળે સમય સર પહોચવા ઘરેથી વહેલા નીકળવું જેથી ટ્રાફિક નડે તો પણ સમય સર પહોચી શકાય.
ખાનગી કે અજાણ્યા વાહનમાં જતા પહેલા પુરતી ચકાસણી કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.