ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓઢવ-ઈસ્કોન રોડ બન્યા અકસ્માત હોટસ્પોટ, 3 વર્ષમાં 11નાં મો*ત, પોલીસે 26 બ્લેક સ્પોટ ઓળખ્યા!

ગુજરાત / ઓઢવ-ઈસ્કોન રોડ બન્યા અકસ્માત હોટસ્પોટ, 3 વર્ષમાં 11નાં મો*ત, પોલીસે 26 બ્લેક સ્પોટ ઓળખ્યા!

Published By: Nidhi Panchal

Last Updated: 03:09 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કેટલાક રસ્તાઓ હવે અકસ્માતોના ‘ડાર્ક ઝોન’ બની રહ્યા છે. 2023થી 2025ના ત્રણ વર્ષના આંકડાના વિશ્લેષણમાં ઓઢવ રિંગ રોડ BRTS બસ સ્ટેન્ડ અને ઈસ્કોન રોડ સહિત અનેક સ્થળો સૌથી વધુ જોખમી હોવાનું સામે આવ્યું છે. અકસ્મતો ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ અને ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલે 2026 માટે નવા હોટસ્પોટ નક્કી કર્યા છે અને આ વિસ્તારોમાં સ્પીડ કંટ્રોલ, લાઇટિંગ, સાઇનબોર્ડ સહિતના અનેક સલામતી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

અમદાવાદના કેટલાક રસ્તાઓ અકસ્માતોના ‘ડાર્ક ઝોન’ બની રહ્યા છે. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ના ત્રણ વર્ષના આંકડાના વિશ્લેષણમાં અનેક સ્થળોએ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઓઢવ રિંગ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને ઈસ્કોન રોડ અકસ્માત તથા ગંભીર ઈજાના મામલે સૌથી વધુ જોખમી સ્થળોમાં સામે આવ્યા છે.

accident-hotspot

ઓઢવ રિંગ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કુલ ૩૧ અકસ્માત નોંધાયા હતા, જેમાંથી ૧૧ જીવલેણ અને ૧૧ ગંભીર અકસ્માત હતા એટલે કે ૩૧માંથી ૨૨ અકસ્માતમાં મોત અથવા ગંભીર ઈજા થઈ હતી. આ સ્થળને સૌથી વધુ જોખમી બનાવતું આ પ્રમાણ છે. ઈસ્કોન રોડની સ્થિતિ પણ વધુ ચોંકાવનારી છે. અહીં ૧૩ અકસ્માતમાં છ જીવલેણ હતા અને કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે. વિશ્લેષણ કરાયેલાં તમામ સ્થળોમાં આ સૌથી વધુ મૃત્યુઆંક છે.

અંડરપાસ પર ૧૪ અકસ્માત નોંધાયા

પકવાન જંક્શન-થલતેજ અંડરપાસ પર ૧૪ અકસ્માત નોંધાયા હતા, જેમાં સાત જીવલેણ અને ત્રણ ગંભીર હતા, તેમાં પાંચ લોકોનાં મોત અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાયએમસીએ ક્લબ સ્ટ્રેચ પણ ચિંતાજનક કોરિડોર બન્યો છે, જ્યાં પાંચ લોકોનાં મોત નોંધાયાં હતાં. મેમ્કો ક્રોસ રોડ પર ત્રણ વર્ષમાં સૌથી વધુ એટલે કે ૨૨ અકસ્માત થયા હતા અને આઠ લોકોનાં મોત થયાં હતાં, તેમાંથી સાત મોત તો માત્ર ૨૦૨૫માં જ થયાં હતાં. જૂના વાડજ સર્કલ અને નરોડા પાટિયા પર આઠ-આઠ મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે અદાણી સર્કલ-રામોલ ટોલ ટેક્સ પર આઠ અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં હતાં, જે અકસ્માતની ગંભીરતાના દૃષ્ટિકોણથી સૌથી ઊંચા પ્રમાણમાંનાં એક છે.

૨૦૨૩-૨૫ના આંકડાના આધારે હોટસ્પોટ નક્કી કરાયા

શહેર ટ્રાફિક પોલીસ અને ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલે છેલ્લાં ત્રણ વર્ષના અકસ્માત, ગંભીર ઈજા અને મૃત્યુના આંકડાનું વિશ્લેષણ કરીને આગામી સમય માટે હોટસ્પોટ નક્કી કર્યા છે. ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ના ડેટાના આધારે ૨૦૨૬ માટેના હોટસ્પોટ નક્કી કરાયા છે. પોલીસે અગાઉ ઓળખાયેલા ૨૬ હોટસ્પોટમાંથી ૨૫ યથાવત્ રાખ્યા છે. જરૂરી પગલાં બાદ નરોડા ગેલેક્સી સિનેમા રોડ, સારંગપુર બ્રિજ અને રખિયાલને યાદીમાંથી દૂર કરાયા છે, જોકે એસપી રિંગ રોડ પરનો જેતલપુર રોડ નવા હોટસ્પોટ તરીકે ઉમેરાયો છે.

અમદાવાદના ટોપ-૧૦ જોખમી હોટસ્પોટ

  1. ૧. ઓઢવ રિંગ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડ
  2. ૨. ઈસ્કોન રોડ
  3. ૩. પકવાન જંક્શન-થલતેજ અંડરપાસ
  4. ૪. વાયએમસીએ ક્લબ સ્ટ્રેચ
  5. ૫. મેમ્કો ક્રોસ રોડ
  6. ૬. જૂના વાડજ સર્કલ
  7. ૭. નરોડા પાટિયા
  8. ૮. અદાણી સર્કલ-રામોલ ટોલ ટેક્સ
  9. ૯. લાંભા ટર્નિંગ-ભમરિયા કૂવા-આકૃતિ ટાઉનશિપ
  10. ૧૦. સીટીએમ ક્રોસ રોડ

અકસ્માતો ઘટાડવા તંત્રના પગલાં

અકસ્માતોના આ ‘બ્લેક સ્પોટ’ પર એન્જિનિયરિંગ સુધારા, સ્પીડ કંટ્રોલ, વધુ સારી લાઇટિંગ, રાહદારીઓની સુરક્ષા અને કડક અમલ જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગંભીર અકસ્માતમાં સંડોવાયેલા વાહનોને ચેતવણીરૂપ ડિસ્પ્લે તરીકે હોટસ્પોટ શરૂ થાય તેના આશરે 100 મીટર પહેલાં રાખવામાં આવશે. હેતુ વાહનચાલકોને અકસ્માતનાં ગંભીર પરિણામોનો પ્રત્યક્ષ અહેસાસ કરાવીને અકસ્માતપ્રવણ વિસ્તાર નજીક પહોંચતા ગતિ ધીમી કરવા પ્રેરવાનો છે.

500 મીટર સુધીનો વિસ્તાર હોટસ્પોટ ગણાશે

રસ્તાના જે સ્થળે અકસ્માતો વધુ થાય છે ત્યાંથી 500 મીટર સુધીનો રોડ-વિસ્તાર હોટસ્પોટ તરીકે નક્કી કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં બોર્ડ લગાવીને વાહનચાલકોને સાવચેત કરવામાં આવશે. DCP ચિરાગ પટેલના જણાવ્યા મુજબ, અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સ્થળોએ વિવિધ સલામતીનાં પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : ઘરમાં જ બનાવતો હતો નકલી બ્રાન્ડેડ દારૂ, સસ્તો દારૂ ભરી ફેવિક્વિકથી ઢાંકણા-સ્ટીકર લગાવતો સમીરખાન ઝડપાયો!

રસ્તા સલામતી માટે શું બદલાશે?

  • માર્ગ સલામતી અંગે જાગૃતિ માટે સાઇનબોર્ડ
  • રંબલ સ્ટ્રિપ્સ
  • આંતરિક રસ્તાઓ પર સ્પીડ બ્રેકર
  • વળાંકવાળા સ્થળોએ બેરિકેડ અને સાઇનબોર્ડ
  • રિફ્લેક્ટર સાઇનેજ
  • દૃશ્યતા અવરોધતાં વૃક્ષોની ડાળીઓની કાપણી
  • જરૂર હોય ત્યાં સર્કલ ઘટાડવા અથવા દૂર કરવા
  • જંક્શન બંધ કરવા ‘કેપ્સ્યુલ કટ’નો ઉપયોગ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Safety Accident Hotspots Ahmedabad Traffic

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ