બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / વિશ્વ / પ્રવાસ / After Sri Lanka, Thailand, one more country has made visa free entry for Indians, travel for 30 days

ગુડ ન્યુઝ / શ્રીલંકા, થાઇલેન્ડ બાદ વધુ એક દેશે ભારતીયો માટે કરી વિઝા ફ્રી એન્ટ્રી, 30 દિવસ સુધી મળશે મફતમાં ફરવાનો મોકો

Megha

Last Updated: 09:07 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી, એટલે કે હવે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં

  • મલેશિયામાં ભારતીયને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે
  • શ્રીલંકા અને થાઈલેન્ડ પછી વિઝા ફ્રી ટ્રાવેલ આપનાર મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ 
  • મલેશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને પણ મોટી વાત કહેવામાં આવી 

મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે. 

જણાવી દઈએ કે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, યુએઈ, ઈરાન, તુર્કી અને જોર્ડનને આ સુવિધા આપી હતી. નોંધનીય બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે. 

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે.જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટ અંગેની વિગતો જાહેર કરશે.મહત્વનું છે કે ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે.જો કે, તે 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે.

મલેશિયા દ્વારા ભારત સાથેના સંબંધોને લઈને પણ મોટી વાત કહેવામાં આવી છે. મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે દરેક મોરચે ભારતનો સહયોગ જરૂરી છે. ASEAN-ઈન્ડિયા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન, મલેશિયામાં ભારતના હાઈ કમિશનર બીએન રેડ્ડીએ કહ્યું કે મલેશિયા સાથેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે. બંને દેશોએ સકારાત્મક દિશામાં આગળ વધવાની જરૂર છે. બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોને 65 વર્ષ પૂર્ણ થયા છે. 2015માં વડાપ્રધાનનરેન્દ્ર મોદીની મલેશિયાની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. 

નોંધનીય છે કે ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં ફ્રી એન્ટ્રી મળશે. મલેશિયા આર્થિક વિકાસને ટેકો આપવા અને પ્રવાસન વધારવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિયેતનામ ભારતના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત પણ કરી શકે છે. હાલમાં તેણે જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ માટે તેની જાહેરાત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ