ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / according to saurav ganguli, these two pllayers should play in ranji trophy

ક્રિકેટ / ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓને આપી દીધું અલ્ટિમેટમ, પહેલા રણજીમાં સારું રમી બતાવો

Published By: Jaydeep Shah

Last Updated: 11:27 AM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરવ ગાંગુલીના મતે, આ બે બેટ્સમેનનું રણજી ટ્રોફીમાં રમવું તથા રન બનાવવા એ એક સારો વિચાર સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

  • બે વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં રણજી ટ્રોફીની વાપસી 
  • ટૂર્નામેન્ટના માધ્યમથી ભારતને ઘણા સારા ક્રિકેટર્સ મળે છે
  • સૌરવ ગાંગુલીએ આ બે ભારતીય ટેસ્ટ બેટ્સમેનને રણજીમાં રમવાની સલાહ આપી

બે વર્ષના અંતરાલ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં આ વર્ષે રણજી ટ્રોફીની વાપસી થવાની છે. ભારતની પ્રમુખ પ્રથમ શ્રેણીની ઘરેલુ પ્રતિયોગિતા બે ભાગમાં રમાશે જેમાં પહેલી આ મહિનાના અંતમાં તથા આઇપીએલ બાદ નાકઆઉટ ચરણનું આયોજન કરવામાં આવશે. ગયા બે વર્ષથી આ ટૂર્નામેન્ટનું આયોજન ન થવાના કારણે ઘણા ખેલાડીઓને વ્યાવસાયિક તથા આર્થિક રૂપથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ ટૂર્નામેન્ટના માધ્યમથી ભારતને ઘણા સારા ક્રિકેટર્સ મળે છે તથા સાથે જ ઘણા અનુભવી ક્રિકેટર્સ આ માધ્યમથી પોતાના ફોર્મમાં ફરી આવી  જાય છે. 

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે બે ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા તથા અજિંક્ય રહાણેને સલાહ આપી કે આ બંનેનું રણજી ટ્રોફીમાં રમવું તથા રન બનાવવા એ એક સારો વિચાર સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને બેટ્સમેન ગયા ઘણા સમયથી રન બનાવવા માંતે સંઘર્ષ કરતાં જોવા મળે છે. ગાંગુલીને લાગે છે કે જો આ બંને આ કરે છે તો પોતાની ફોર્મને ફરી મેળવી શકે છે. 

ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે હા, તેઓ ખૂબ જ સારા ખેલાડી છે. આશા છે કે તેઓ રણજી ટ્રોફીમાં ફરી જશે તથા ઘણા રન બનાવશે, જે માંને વિશ્વાસ છે કે તેઓ કરશે જ. મને કોઈ જ સમસ્યા નજર આવી રહી નથી. રણજી ટ્રોફી એક ઘણી મોટી ટૂર્નામેન્ટ છે તથા આપણે બધા એ ટૂર્નામેન્ટમાં રમ્યા છીએ. એટલે એ બંને ત્યાં જશે તથા પ્રદર્શન કરશે. તેમણે પહેલઆ પણ રણજી રમ્યું છે જ્યારે તેઓ ભારત માટે માટ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા તથા વન ડે કે  T20 ટીમનો ભાગ ન હતા. આ કારણે માંને નથી લાગતું કે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Ranji Trophy Saurav Ganguli ક્રિકેટ રણજી સૌરવ ગાંગુલી sports

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ