ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / NH-48 પર ફરી એક ગંભીર અકસ્માત, લક્ઝરી બસના ડ્રાઈવરનું મોત

વડોદરા / NH-48 પર ફરી એક ગંભીર અકસ્માત, લક્ઝરી બસના ડ્રાઈવરનું મોત

Published By: Vishal Khamar

Last Updated: 08:40 AM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. જ્યારે 4 મુસાફરોની હાલત ગંભીર હોઈ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

વડોદરા જિલ્લામાં નેશનલ હાઈવે–48 પર સતત બીજા દિવસે ગંભીર અકસ્માત સર્જાયો છે. કરજણ તાલુકાના બામણ ગામ નજીક અમરેલીથી સુરત જઈ રહેલી લક્ઝરી બસ આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી જતા ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસના ડ્રાઈવરનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.

હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

અકસ્માત દરમિયાન બસમાં સવાર ચાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ટ્રાફિક વ્યવસ્થાને પુનઃસુચારુ બનાવવા માટે કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચોઃ માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા, લોકોમાં થોડી અફરાતફરી

ઉલ્લેખનીય છે કે NH-48 પર સતત અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર સલામતીના પૂરતા પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara National Highway accident Vadodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ