ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ, નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, લોહી લુહાણ હાલતમાં રાજકોટ ખસેડાઈ
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. ગત 4 તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની 6 વર્ષ અને 8 મહિનાની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.
ADVERTISEMENT
આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.
પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતાં તે નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ બાળકીની સારવાર ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: કચ્છમાં યુવાનની ઘાતકી હત્યા, હાથ,પગ,ઘડ અને માથું બોરવેલમાં ફેંક્યાં, ધડ જમીનમાં દાટી દીધું
આ ઘટના અંગે આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી, એસ.ઓ.જી., એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો આટકોટ પહોંચી છે. હાલ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે શંકાસ્પદ આરોપીને લઈને પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી અનુસાર 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ