ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / કચ્છમાં યુવાનની ઘાતકી હત્યા, હાથ,પગ,ઘડ અને માથું બોરવેલમાં ફેંક્યાં, ધડ જમીનમાં દાટી દીધું
Last Updated: 04:40 PM, 9 December 2025
ADVERTISEMENT
પોલીસ સૂત્રો અનુસાર, રમેશ મહેશ્વરીની હત્યા તેના જ ઓળખીતાઓ કિશોર મહેશ્વરી અને એક સગીરે મળીને કરી હતી. આ ગુનામાં સામેલ બંનેએ યુવાનની હાડમારી એ રીતે કરી કે જે સાંભળીને પણ લોકોના હૃદય કંપી ઉઠે. આરોપીઓએ પ્રથમ રમેશનું અપહરણ કરીને તેની હત્યા કરી અને બાદમાં તેના શરીરને ટુકડા-ટુકડા કરી દીધા હતા.
ADVERTISEMENT
આ મામલે મળેલી વિગતો મુજબ હત્યારાએ યુવાનના હાથ, પગ, ઘડ અને માથું શરીરથી અલગ કરી નાખ્યા હતા. પછી ધડને જમીનમાં દાટી દીધું અને અન્ય અંગોને ગામની નજીક આવેલા બોરવેલમાં ફેંકી દીધાં, જેથી ગુનો કોઈને ખબર ન પડે. પરંતુ થોડાં દિવસોમાં જ શંકા ઊભી થતા પોલીસ સક્રિય બની.
નખત્રાણા પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ પરિસ્થિતિઓને આધારે આરોપીઓ સુધી પહોંચી ગઈ. પૂછપરછ દરમિયાન કિશોર મહેશ્વરીએ આખી ઘટનાની કબૂલાત કરી દીધી, જેમાં પ્રેમ સંબંધને કારણે થયેલા તણાવને હત્યાનું મુખ્ય કારણ ગણાવ્યું.
ADVERTISEMENT

વિનાશકારી અને માનવતા શરમાય એવી આ ઘટના બાદ નખત્રાણા પોલીસ વધુ તપાસમાં લાગી છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ, બોરવેલમાંથી મળેલા શરીરના અંગો અને મોબાઇલ ડેટાના આધારે પોલીસ કેસને વધુ મજબૂત બનાવી રહી છે.
ADVERTISEMENT

મુરૂ ગામમાં આ હત્યાએ ભારે ચકચાર મચાવી છે. ગામલોકો હજુ પણ આ ઘટનાથી દંગ છે અને ચર્ચાનો વિષય બની ગયો છે કે પ્રેમ પ્રકરણને કારણે કોઈ આટલો ક્રૂર થઈ શકે?
ADVERTISEMENT
વધુ વાંચો: આખરે પોલીસ સામે ઝૂકવું જ પડ્યું! ખોટી હીરોગીરી કરનાર રિક્ષાચાલક સાથે થઇ બિફોર-આફ્ટરવાળી
નખત્રાણા પોલીસે હાલમાં બંને આરોપીઓને પકડી લીધા છે અને સમગ્ર કેસમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT