ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોઢામાં ગાંઠ થવી તે જ માઉથ કેન્સરનું નથી હોતું લક્ષણ, આ સમસ્યા પણ ખતરો

હેલ્થ / મોઢામાં ગાંઠ થવી તે જ માઉથ કેન્સરનું નથી હોતું લક્ષણ, આ સમસ્યા પણ ખતરો

Published By: Nirav Kumar

Last Updated: 11:11 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઉથ કેન્સર માત્ર ગાંઠથી જ નથી ઓળખાતું. મોઢાના કેન્સરમાં બીજા લક્ષણો પણ જોવા મળે છે. ચાલો માઉથ કેન્સરના ગાંઠ સિવાય બીજા લક્ષણો વિષે જાણીએ.

ADVERTISEMENT

માઉથ કેન્સર એક ગંભીર બીમારી છે. મોઢાનું કેન્સર મોંના કોઈપણ ભાગમાં થઈ શકે છે. જેમ કે હોઠ, જીભ, પેઢા, ગાલની અંદરની બાજુ કે તાળવે. લોકો ઘણીવાર મોઢાના કેન્સરને મોઢામાં ગાંઠ સાથે જોડી દે છે પરંતુ આ બીમારી અનેકવાર ખૂબ વહેલા સંકેત આપે છે. જેના શરૂઆતના લક્ષણો અનેકવાર હળવા હોય છે તેથી લોકો તેને અવોઇડ કરે છે.

જ્યારે મોઢાનું કેન્સર ત્યારે થાય ત્યારે મોઢામાં કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે. જેમાં મેઈન કારણોમાં તમાકુ, ગુટખા, સિગારેટ અને દારૂનું સેવન સામેલ છે. કમજોર ઓરલ હેલ્થ અને લાંબા સમય સુધી મોંમાં બળતરા પણ જોખમ વધારી શકે છે. આ લક્ષણોને વહેલા ઓળખવામાં નિષ્ફળતા જવામાં આવતા જોખમ વધે છે. આથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. તો એવામાં ચાલો જાણીએ કે, મોઢામાં ગાંઠ સિવાય મોઢાના કેન્સરના બીજા કયા લક્ષણો જોવા મળે છે.

અવાજમાં ફેરફાર, લાંબા સમય સુધી ગળામાં દુખાવો કે મોઢું ખોલવામાં મુશ્કેલી પણ મોઢાના કેન્સરની નિશાની હોય છે. સતત ખરાબ શ્વાસ, પેઢામાંથી લોહી નીકળવું કે દાંત અચાનક છૂટા પડવા પણ મોઢાના કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી દેખાય તો તેને હળવાશથી ન લેવી જોઈએ.

vtv app promotion
  • કોને વધુ જોખમ?

જે લોકો તમાકુ, ગુટખા અથવા સિગારેટનું સેવન કરે છે તેમને ઓરલ કેન્સરનું વધુ જોખમ હોય છે. વધુ પડતું દારૂનું સેવન પણ આ જોખમ વધારી શકે છે. કમજોર ઓરલ ક્લીનીંગ ધરાવતા લોકો પણ આ જોખમમાં હોઈ શકે છે.

આ સિવાય જે લોકો લાંબા સમય સુધી તીવ્ર સૂર્યપ્રકાશમાં સમય પસાર કરે છે તેમને હોઠના કેન્સરનું જોખમ વધી શકે છે. કમજોર રોગપ્રતિકારક શક્તિ અને પોષણની ઉણપને પણ આ જોખમના પરિબળો મનાય છે.

વધુ વાંચો : પગમાં આ 4 લક્ષણો દેખાય, તો ભૂલથી પણ તેને ઇગ્નોર ન કરતા, હોઇ શકે આ સંકેત

  • બચવા શું કરવું?
    મોઢાના કેન્સરને રોકવા માટે સૌથી મહત્વનું એ છે કે તમાકુ અને ગુટખાથી દૂર રહેવું. દારૂના સેવનને લીમીટેડ કરો કે સંપૂર્ણ રીતે બંધ કરી દો. દરરોજ ઓરલ અને દાંતની સ્વચ્છતા જાળવો. જો મોઢામાં ચાંદા, દુખાવો કે અસામાન્ય ફેરફારો બે અઠવાડિયાથી વધુ સમય સુધી દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો. આં સિવાય સંતુલિત ડાયટ લો અને નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવતા રહો. માઉથ કેન્સરને રોકવા અને સારવાર માટે વહેલા નિદાન એ સૌથી જરૂરી છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mouth Cancer Consume Tobacco Symptoms

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ