બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પગમાં આ 4 લક્ષણો દેખાય, તો ભૂલથી પણ તેને ઇગ્નોર ન કરતા, હોઇ શકે આ સંકેત

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ / પગમાં આ 4 લક્ષણો દેખાય, તો ભૂલથી પણ તેને ઇગ્નોર ન કરતા, હોઇ શકે આ સંકેત

Last Updated: 06:22 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, પગમાં દેખાતા અમુક ફેરફારો ઘણી મોટી બીમારીઓના સંકેત હોય છે? જો તેને અવોઇડ કરવામાં આવે તો તે ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.

1/10

photoStories-logo

1. પગમાં દેખાતા ચિહ્નો

આપણા શરીરના ભાગો એકબીજા સાથે જોડાયેલા છે આથી અમુક બીમારીના ચિહ્નો બીજા અંગોમાં પણ જોવા મળે છે. જેમાં પગમાં અમુક ફેરફારો કેટલીક બીમારીઓના શરૂઆતના સંકેતો તરીકે ઓળખી શકાય છે. જેને ઓળખી મોટી સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. પગમાં સોજો

જો તમારા પગમાં ઘૂંટીણીઓ કે પગની નળીઓ અચાનક સોજો આવે તો તેને અવોઇડ ન કરો. આ સ્થિતિ બીજા અંગોમાં સમસ્યાઓને કારણે હોઈ શકે છે. જ્યારે લોહીનો પ્રવાહ પૂરતો ન હોય ત્યારે શરીરના પેશીઓમાં પ્રવાહી એકઠું થવા લાગે છે જેને એડીમા કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. હાર્ટ ફેઇલ્યોર

આ સમસ્યા ઘણીવાર હાર્ટ ફેઇલ્યોરની નિશાની હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરવામાં અસમર્થ બને ત્યારે ગ્રેવિટીના લીધે પગમાં પાણી એકઠું થવાનું કારણ બને છે, જેના લીધે સોજો આવે છે. તે લોહીના ગંઠાવાનું, કિડની અથવા લીવરની બીમારીને કારણે પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ડૉક્ટરનો કરો સંપર્ક

જો પગમાં સોજો અચાનક વધી જાય કે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં ભારેપણું જેવા લક્ષણો સાથે આવે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર પરીક્ષણ કરવાથી ગંભીર અને જીવલેણ સમસ્યા પણ ટાળી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. ઠંડા પગ

શિયાળામાં પગમાં ઠંડી લાગવી સામાન્ય બાબત છે. પરંતુ ગરમ કપડાં પહેર્યા બાદ અને શરીરને યોગ્ય રીતે ઢાંક્યા બાદ પણ જો પગ ખૂબ ઠંડા રહે તો તે ચિંતાનું કારણ બની શકે છે. આ પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD) ની નિશાની હોઈ શકે છે. આ બીમારીમાં પગની નસોમાં પ્લેક બને છે જેનાથી લોહીનો પ્રવાહ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. સ્ટ્રોકનું જોખમ

આથી પગમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતો નથી. PADને અવગણવું ખતરનાક બની શકે છે, કેમ કે તે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. ઠંડુ હવામાન આ સમસ્યાને વધુ જોખમી બનાવે છે. ઠંડીમાં નસો સંકોચાઈ જાય છે જેનાથી લોહીનો પ્રવાહ ધીમો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. રાત્રે પગમાં ખેંચાણ

રાત્રે સૂતી વખતે વારંવાર પગમાં ખેંચાણની અસર દેખાય તો તેને અવગણવું જોઈએ નહીં. વારંવાર પગમાં ખેંચાણ ડિહાઇડ્રેશન, દવાઓની આડઅસરો કે ઇલેક્ટ્રોલાઇટ ઈમ્બેલેન્સને કારણે થઈ શકે છે. ખરાબ બદલ સર્ક્યુલેશન અને કિડનીની સમસ્યાઓ પણ આ સ્થિતિનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. પગ સુન્ન પડી જવો કે ઝણઝણાટ

અમુકવાર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને કે સૂવાથી પગમાં નિષ્ક્રિયતા કે ઝણઝણાટ થઈ શકે છે. જો આ સમસ્યા વારંવાર ચાલુ રહે તો તેને હળવાશથી ન લો. પગમાં સોય વાગવાની ફીલિંગ ડાયાબિટીસ ન્યુરોપથીનું લક્ષણ હોઈ શકે છે. આ ત્યારે થાય છે જ્યારે લાંબા સમય સુધી હાઈ બ્લડ સુગર લેવલ નસોને નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસ આ સ્થિતિનું સૌથી મોટું કારણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. સતત નિષ્ક્રિયતા

આ સિવાય પગમાં ભલે કોઈ દુખાવો ન હોય તેમ છતા તેમાં સતત નિષ્ક્રિયતા હૃદય રોગનું જોખમ પણ સૂચવી શકે છે. જો શરૂઆતમાં તેને ઓળખવામાં ન આવે તો તે ઈજા, ઘા અને અલ્સરનું જોખમ વધારે છે. જે બાદમાં પગ કપાવવા તરફ દોરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diseases Feet Signs Leg Cramps
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ