બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 9 છગ્ગા, 18 ચોગ્ગા અને રેકોર્ડબ્રેક સદી, રોહિત શર્માએ સિક્કીમને પીસી નાખ્યું, જુઓ વીડિયો
Last Updated: 04:49 PM, 24 December 2025
આજે એટલે કે, બુધવારે વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્માએ બોલરોના ભૂકા કાઢ્યા હતા. મુંબઈ અને સિક્કિમ વચ્ચેની મેચમાં રોહિતે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. રોહિતે આ મેચમાં માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. જેમાં તેને 8 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકારીને તેની 37મી લિસ્ટ એ સદી પૂરી કરી હતી.
ADVERTISEMENT
I'm crying seeing the 150+ score under his name. We waited too long for this 😭
— Kusha Sharma (@Kushacritic) December 24, 2025
Please Rohit Sharma, keep doing this in international cricket as well, pls pls pls 🙏 pic.twitter.com/eloKzlABIm
સદી ફટકાર્યા બાદ પણ હીટમેન અટક્યો નહતો. રોહિતે 94 બોલમાં 155 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 9 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકારી બોલરોના છોતર કાઢી નાખ્યા હતા. તેના આ ધમાકેદાર ઇનિંગના કારણે મુંબઈની ટીમ સિક્કિમ સામે આઠ વિકેટથી આસાનીથી જીતી ગઈ છે. જેમાં સિક્કિમની ટીમે મુંબઈને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને મુંબઈએ 31મી ઓવરમાં ચેઝ કરી દીધો હતો.
ADVERTISEMENT
What are these shots Rohit??? 😭
— Kusha Sharma (@Kushacritic) December 24, 2025
38 years old buddha toying with peak age bowlers 😭🙏pic.twitter.com/HAEgq9taBm
આ સદી રોહિત શર્માની લિસ્ટ એ કરિયરની સૌથી ફાસ્ટ સેન્ચુરી હતી. અગાઉ તેની વનડે સદી 2023 માં નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે આવી હતી.
ADVERTISEMENT
The pull shot from Rohit Sharma at SMS stadium Jaipur.🔥🥵 pic.twitter.com/CNvkA4xsPy
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 24, 2025
ઉલ્લેખનીય છે કે, સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રોહિત શર્માને જોવા માટે લગભગ 12,000 થી વધુ દર્શકો ઉમટ્યા હતા. વર્ષ 2018 બાદ આ તેની પહેલી વિજય હજારે ટ્રોફી મેચ હતી. આ મેચમાં રોહિત શર્મા રમતો હોવાથી દર્શકોમાં અલગ જ લેવલની એક્સાઈટમેન્ટ હતી.
ADVERTISEMENT
Yes its Rohit Sharma crowd but a 12000 plus spectators for a Vijay Hazare Trophy game is a testimony that why you need stars.#VHT #RohitSharma𓃵 pic.twitter.com/munA8YoqfY
— Kushan Sarkar (@kushansarkar) December 24, 2025
આ મેચમાં તેના શાનદાર શોટ સિલેકશનથી દર્શકો પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તે જ્યારે પુલ શોટ, સ્વીપ શોટ મારતો ત્યારે મેચ જોવા આવેલુ ક્રાઉડ જોરદાર સપોર્ટ કરતુ જોવા મળેલું. આ સ્ટેડિયમમાં માહોલ ઇન્ટરનેશનલ મેચ જેવો હતો. જેમાં સિક્કિમના બિનઅનુભવી બોલરોની ખુબ ધોલાઈ થઇ હતી.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તે ક્રિકેટમાં રેન્કિંગમાં પહેલા નંબરે છે. ગત ઓક્ટોબરમાં ચાર મહિનાના બ્રેક બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યા બાદ રોહિતે 6 મેચોમાં 348 રન બનાવ્યા છે, જેમાં 1 સેન્ચુરી અને 3 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આલોચકો તેની ફિટનેસ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. પણ આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાંથી રીટાયરમેન્ટ બાદ ODIમાં જ રમવાનું નક્કી કર્યું હતું. જેમાં તેને શાનદાર પરફોર્મ કરીને આલોચકોના મોઢા બંધ કરી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.