Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગૌરવ / 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતની આ બે ફિલ્મોએ રાષ્ટ્રીય કક્ષાએ વગાડ્યો ડંકો

66મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતની આ બે ફિલ્મોએ રાષ્ટ્રીય કક્ષાએ વગાડ્યો ડંકો

દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ વિનર્સના નામ જાહેર કરવામાં આવતા હોય છે, જો કે, ચાલુ વર્ષે સમયગાળામાં લોકસભાની ચૂંટણી હોવાથી તાજેતરમાં 66મા નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા આકાર પામેલી 'હેલ્લારો'.

સૌમ્ય જોશીએ લખ્યા છે ડાયલોગ

હેલારુ ફિલ્મ નજીકના ભવિષ્યમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડાયલોગ સૌમ્ય જોશી દ્વારા લખવામાં આવ્યા છે. સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે. તથા આ ફિલ્મમાં Shraddha Dangar,
Jayesh More, Tejal Panchasr, Shailesh Prajapati, Maulik Nayak, Aarjav Trivedi. 

શું છે 'હેલ્લારો' ની કહાની?

નોંધનીય છે કે, 'હેલ્લારો'ની કથા 1975ના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે 'હેલ્લારો' સર્જાય છે! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. 

ગુજરાતની આદિવાસી પ્રજાની જીવન શૈલી અને પ્રકૃતિનો અનુભવ છે રેવા

આદિ શંકરાચાર્યે માં નર્મદાને સંબોધીને આઠમી સદીમાં "નર્મદા અષ્ટક"ની રચના કરી सबिन्दुसिन्धुसुस्खलत्तरंगभंगरञ्जितम्द्विषत्सु पापजातजातकारिवारिसंयुतं ।कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदेत्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ १॥" જેમાં નર્મદાના ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. 

આવી જ માં નર્મદાની ઝલક ફિલ્મ રેવામાં દર્શકોને માણાવા અને જાણવા મળે છે. 'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી 'રેવા' ફિલ્મને તાજેતરમાં જાહેર થયેલ 66 માં રાષ્ટ્રીય પુરસ્કારમાં 'બેસ્ટ ગુજરાતી ફિલ્મ' નો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ આદિવાસી પરંપરા અને નર્મદા કાંઠે વસેલી આદિવાસી પરંપરાને દર્શાવે છે. 

શું છે રેવા ફિલ્મની કહાની 

'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પરથી બનેલી છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે. આ ફિલ્મમાં મિલકતની વાત છે. શ્રદ્ધાની વાત છે. આ ફિલ્મમાં નર્મદા નદીના કાંઠે રહેતી આદિવાસી પરંપરા, આદિવાસી લોકજીવન અને આદિવાસી લોકકળાને આબેહૂપ રીતે રજૂ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વાર્તાના કેન્દ્રમાં છે એક યુવાન, જે પોતાના સ્વાર્થ માટે નર્મદાના સંપર્કમાં આવે છે અને એ પછી એનું આખું જીવન બદલાઈ જાય છે. ફિલ્મ કે નોવેલ બેમાંથી જેના સંપર્કમાં પહેલીવાર આવ્યા હો, તે પછી બીજું વર્ઝન જાણવાની તાલાવેલી ટ્રિગર કરે તેવી આ સ્ટોરી છે. 

રાહુલ ભોલેનું ડિરેક્શન

રાહુલ ભોલેનું ડિરેક્શન ફિલ્મને ચાર ચાંદ લગાવી જાય છે. મોનલ ગજ્જર સુપ્રિયાના પાત્રમાં ખરેખર ખુબ જ ચાર્મિંગ લાગે છે તો પ્રશાંત બારોટ,યતિન કાર્યેકર, દયાશંકર પાંડે, અભિનય બેંકર સહિત ફિલ્મમાં ગેસ્ટ એપિરીયન્સમાં મલ્હાર અને મનોજભાઈ શાહ પણ મંદિરના મહંત રૂપે દેખાય છે.  

સવારે એ નર્મદા છે તો સાંજે તે રેવા છે

આપને જણાવી દઇએ કે, નર્મદા નદી ગુજરાતની જીવાદોરી છે. ડો.વિનાયક પેશ્વાએ નર્મદા પર કરેલા ઉંડા અભ્યાસના આધારે જણાવ્યું છે કે "ગંગા ઉંમરની દ્રષ્ટીએ નર્મદાની સામે બાળકી કહેવાય" અને એક મત મુજબ તેમણે એવું પણ જણાવ્યું છે કે નર્મદા વિશ્વની સૌથી જૂની નદી છે. સવારે એ દ્રશ્ય છે તો રાત્રે એ શ્રાવ્ય છે, સવારે એ નર્મદા છે તો રેવા છે. જેમણે ધ્રુવ ભટ્ટની નોવેલ વારંવાર વાંચી હોય તેમને ફિલ્મ ગમશે, ન વાંચી હોય તેમને ફિલ્મ પુસ્તક વાંચવા મજબૂર કરશે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ