ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 65th Amazon Filmfare Awards 2020 bollywood film winner list

ફિલ્મફેર / જાણો ફિલ્મફેર એવોર્ડમાં કોને મળ્યો કયો એવોર્ડ, આસામમાં યોજાયો 65મો ફિલ્મફેર સમારંભ

Published By: Gayatri

Last Updated: 01:09 PM, 16 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

65મા એમેઝોન ફિલ્મફેર એવોર્ડ્સ 2020માં કોને મળ્યા કયા એવોર્ડ એ જાણવા માટે અહીં આપેલું લિસ્ટ વાંચો. ફિલ્મફેર એવોર્ડ્સ 2020 આસામમાં યોજાયો છે. આ એવોર્ડ શૉનું ટેલિકાસ્ટ આજે થશે.

ADVERTISEMENT

બેસ્ટ એક્ટર

65મા એમેઝોન ફિલ્મફેર એવોર્ડ્સ 2020માં બેસ્ટ એક્ટર (મેલ)નો ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ ‘ગલી બોય’ માટે રણવીર સિંહને મળ્યો જ્યારે  બેસ્ટ  ફિમેલ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ ‘ગલી બોય’ માટે આલિયા ભટ્ટને મળ્યો.

બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ

65મા એમેઝોન ફિલ્મફેર એવોર્ડ્સ 2020માં એક્ટર આયુષ્માન ખુરાનાને ફિલ્મ ‘આર્ટિકલ 15’ માટે બેસ્ટ એક્ટર (મેલ)નો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો. એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુને ફિલ્મ ‘સાંઢકી આંખ’ માટે બેસ્ટ એક્ટર (ફિમેલ)નો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો. 

બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર

 ‘ગલી બોય’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. ફિલ્મમેકર ઝોયા અખ્તરને ‘ગલી બોય’ માટે મળ્યો બેસ્ટ ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ.

પોપ્યુલર ફિલ્મ

ફિલ્મ ‘ગલી બોય’ને મળ્યો બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ એવોર્ડ

ફિલ્મ ‘સોનચીડિયા’ અને ‘આર્ટિકલ 15’ને મળ્યો બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સનો એવોર્ડ

બેસ્ટ ડાયલોગ

વિજય મૌર્યને ફિલ્મ ‘ગલી બોય’ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ સ્ક્રીન પ્લે
જ્યારે રીમા કાગતી અને ઝોયા અખ્તરને ફિલ્મ ‘ગલી બોય’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લે (શ્રેષ્ઠ પટકથા)નો એવોર્ડ મળ્યો.

ઓરિજનલ સ્ટોરી એવોર્ડ
ફિલ્મ ‘આર્ટિકલ 15’ માટે અનુભવ સિંહા અને ગૌરવ સોલંકીને બેસ્ટ ઓરિજનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો.

બેસ્ટ સપોર્ટીંગ એક્ટર
એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીને ફિલ્મ ‘ગલી બોય’ માટે શ્રેષ્ઠ સહાયક એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જ્યારે એક્ટ્રેસ અમૃતા સુભાષને ફિલ્મ ‘ગલી બોય’ માટે શ્રેષ્ઠ સહાયક એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

ડેબ્યુ ડિરેક્ટર
આદિત્ય ધરને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તેઓને ફિલ્મ ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે આ એવોર્ડ મળ્યો.
જ્યારે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માટે એક્ટર અભિમન્યુ દાસ્સાણીને બેસ્ટ ડેબ્યુ (મેલ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.


બેસ્ટ પ્લેબેક સિંગર
સિંગર અરિજીત સિંઘને ફિલ્મ ‘કલંક’ના ગીત ‘કલંક નહીં’ માટે મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો ફિલ્મફેર એવોર્ડ

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ માટે બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ)નો એવોર્ડ મળ્યો.
સિંગર શિલ્પા રાઓને ફિલ્મ ‘વૉર’ના ગીત ‘ઘૂંઘરુ’ માટે બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો
‘બેસ્ટ મ્યુઝિક આલબમ’નો ફિલ્મફેર એવોર્ડ ફિલ્મ ‘ગલી બોય’ અને ‘કબીર સિંઘ’ને મળ્યો. ડિવાઈન અને અંકુર તિવારીને ‘ગલી બોય’ ફિલ્મના ગીત ‘અપના ટાઈમ આયેગા’ માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ 2020 મળ્યો

લાઈફ ટાઈમ એચિવમેન્ટ
પ્રખ્યાત ફિલ્મમેકર રમેશ સિપ્પીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. રમેશ સિપ્પી ‘શોલે’ અને ‘શાન’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.  
એક્ટર ગોવિંદાને સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News award filmfare ફિલ્મફેર બોલિવુડ ન્યૂઝ FIlmfare

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ