ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 6 year old south korean youtuber boram buys 5 storey building worth 55 crore

OMG! / માત્ર 6 વર્ષની ઉંમરે જ બનાવ્યાં 55 કરોડ, મા-બાપ માટે ખરીદી 5 માળની બિલ્ડિંગ

Published By: vtvAdmin

Last Updated: 02:35 PM, 28 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂટ્યૂબ પર બોરમની પહેલી 'ટૉય રિવ્યૂ' અને બીજી 'વીડિયો બ્લૉગ' ચેનલ છે. 'ટૉય રિવ્યૂ'માં તેના સબસ્ક્રાઇબર 13.6 મિલિયન અને 'વીડિયો બ્લૉગ'ના સબસ્ક્રાઇબર 17.6 મિલિયન છે. એક ખાનગી ચેનલનાં રિપોર્ટ અનુસાર, બોરમ પોતાની યૂટ્યૂબ ચેનલને આધારે જ 55 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા (55,08,80,000) કમાય છે.

ADVERTISEMENT

boram

આજે અમે આપને એવી બાળકીને વિશે અમે જણાવવા જઇ રહ્યાં છીએ તેની ઉંમર અંદાજે 6 વર્ષ છે અને કરોડો રૂપિયા કમાઇ રહી છે. તાજેતરમાં જ તેમને 5 માળનો એક બિલ્ડિંગ ખરીદી છે. તો આવો જાણીએ કે તે આખરે કોણ છે અને તે શું કામ કરી રહી છે. 6 વર્ષની આ બાળકીનું નામ બોરમ (boram) છે. જે દક્ષિણ કોરિયા (south korean) માં રહે છે. બોરમના બે યૂટ્યૂબ ચેનલ છે કે જે કારણોસર તે સાઉથ કોરિયાના યૂટ્યૂબ સ્ટાર તરીકે ઓળખાય છે.

boram

યૂટ્યૂબ પર બોરમની પહેલી 'ટૉય રિવ્યૂ' અને બીજી 'વીડિયો બ્લૉગ' ચેનલ છે. 'ટૉય રિવ્યૂ'માં તેના સબસ્ક્રાઇબર 13.6 મિલિયન અને 'વીડિયો બ્લૉગ'ના સબસ્ક્રાઇબર 17.6 મિલિયન છે. એક ખાનગી ચેનલનાં રિપોર્ટ અનુસાર, બોરમ પોતાની યૂટ્યૂબ ચેનલને આધારે જ 55 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા (55,08,80,000) કમાય છે. તાજેતરમાં જ બોરમે કોરિયાની રાજધાની સિયોલમાં પાંચ માળની એક બિલ્ડિંગ ખરીદી. જેની કિંમત 55 કરોડ રૂપિયા કહેવાય છે.

boram

આપને જણાવી દઇએ કે સિયોલનાં શહેરનાં મુખ્ય બજારનાં વિસ્તારોમાં 258.3 વર્ગ મીટર પર બનેલ બિલ્ડિંગને એપ્રિલમાં ખરીદવામાં આવી હતી. 'ધ કોરિયા હેરાલ્ડ' અનુસાર, આ બિલ્ડિંગ બોરમનાં પરિવાર માટે ખરીદવામાં આવેલ છે. બોરમની યૂટ્યૂબ ચેનલનું સંચાલન તેમનો પરિવાર જ કરે છે.

તમને જણાવી દઇએ કે સૌથી પ્રસિદ્ધ વીડિયોને 376 મિલિયનથી વધારે વાર જોવામાં આવ્યો છે. જેમાં તે પ્લાસ્ટિકની રસોઇનો ઉપયોગ કરીને નૂડલ્સ બનાવે છે. ત્યારે બીજી બાજુ બોરમની યૂટ્યૂબ ચેનલ અનેક વાર વિવાદોમાં ફસાઇ ચૂકેલ છે. જેમાં તેના કંન્ટેટને લઇને વિવાદ સર્જાયો હતો. 2017માં, ગૈર-સરકારી સંગઠન સેવ ધ ચિલ્ડ્રનને દક્ષિણ કોરિયામાં નાગરિકો દ્વારા ફરિયાદ મળી કે જે બોરમની ક્લિપથી ચિંતિત હતાં. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેનાં વીડિયોથી યુવા દર્શકો પર તેનો નકારાત્મક રૂપથી પ્રભાવ પડી રહ્યો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

5 storey building 55 crore boram south korean દક્ષિણ કોરિયા બોરમ OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ