ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:01 AM, 2 October 2025
ADVERTISEMENT
કેન્દ્રીય કેબિનેટે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. દેશમાં જે 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવામાં આવશે તેમાંથી 7 વિદ્યાલય કેન્દ્ર સરકાર હેઠળ હશે અને બાકીની શાળાઓ રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ શાળાઓ ખોલવાથી 86,640થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય વિશે માહિતી આપી હતી
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં દેશમાં 1288 કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે. તેમણે કહ્યું કે દેશમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના પર કુલ 5,862.55 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રકમ વર્ષ 2026-27થી આગામી નવ વર્ષમાં ખર્ચવામાં આવશે. આમાં 2,585.52 કરોડ રુપિયાનો મૂડીગત ખર્ચ અને રૂ.3,277.03 કરોડના ઓપરેટિંગ ખર્ચનો સમાવેશ થાય છે.
20 શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જ્યાં હજી સુધી કોઈ કેન્દ્રીય વિદ્યાલય નથી અને ત્યાં મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ રહે છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 14 શાળાઓ, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓમાં 4 શાળાઓ અને ઉત્તર-પૂર્વ અને પર્વતીય વિસ્તારોમાં 5 શાળાઓ ખોલવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દીકરીઓનો સ્કૂલથી લઈને કોલેજ સુધીનો ખર્ચ ઉઠાવી રહી છે સરકાર, આ રીતે મેળવો યોજનાનો લાભ
આ નવી મંજૂરી બાદ 4 હજારથી વધુ સરકારી નોકરીઓનું પણ સર્જન થશે. કેન્દ્રીય વિદ્યાલય ચલાવવા માટે સરેરાશ 81 જગ્યાઓની જરૂર પડે છે. આ પ્રમાણે 57 નવી શાળાઓમાંથી 4,617 કાયમી નોકરીઓનું સર્જન કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Delhi CJP Protest / દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT