બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / 5 Simple Beauty tips to Apply Kajal

બ્યૂટી / કાજલ લગાવતી સમયે રાખી લો 5 વાતોનું ધ્યાન, વધશે તમારી સુંદરતા

Bhushita

Last Updated: 09:23 AM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુંદર દેખાવવા માટે દરેક વ્યક્તિ અને ખાસ કરીને મહિલાઓ અનેક પ્રયાસ કરી લેતી હોય છે. આજે અમે આપને સુંદર દેખાવવા માટે નાની એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેને તમારે કાજલ લગાવતી સમયે ધ્યાનમાં રાખવાની છે. આ નાની ટિપ્સની મદદથી કાજલ લગાવશો તો તમારો લૂક સુંદર દેખાશે.

  • કાજલ વધારે છે ચહેરાની સુંદરતા
  • આ ટિપ્સ સાથે લગાવો કાજલ
  • લાંબા સમય સુધી કાજલ ટકી રહે તે માટે કરો આ કામ

કાજલ લગાવવી એ પણ એક કલા છે. જો તમે સિમ્પલ રીતે કાજલ લગાવો છો તો તે ફેલાઈ જવાની શક્યતા વધારે રહે છે. માટે તમે તેને લગાવતા પહેલાં આ વાતોનું ધ્યાન રાખો તે જરૂરી છે. 

ટોનરથી સાફ કરો ચહેરો

કાજલ લગાવતા પહેલા ચહેરાને ટોનરથી સાફ કરો તે જરૂરી છે. તેના કારણે ફેસ પરનું વધારાનું ઓઈલ સાફ થઈ જશે અને કાજલ ફેલાશે નહીં. પરસેવાથી બચવા માટે પણ ચહેરા અને આંખોની આસપાસ બરફ ઘસો. તેનાથી સ્કીન સૂકી રહેશે.

પ્રતિકાત્મક ફોટો

કાજલને કરો સેટ

કાજલને ફેલાતી અટકાવવા માટે તેને સેટ કરો. બ્લેક આઈશેડો પાવડરનો ઉપયોગ કરો, રોજ કાજલનો ઉપયોગ કરો છો તો તેની સાથે આંખોની નીચે ટ્રાંસલૂસેંટ પાવડર લગાવો. તેનાથી કાજલ લાંબા સમય સુધી ટકી રહેશે.

બહારના ખૂણા પર લગાવો પાવડર

કાજલ લાંબો સમય સુધી ટકી રહે તે માટે બહારના ખૂણા પર પાવડર લગાવો. તેનાથી આંખોની બહારના ખૂણા ડ્રાય રહેશે. અને કાજલ ફેલાશે નહીં. કાજલ લગાવ્યા બાદ આઈલિડ પર થોડો ન્યૂટ્રલ કલરનો આઈશેડો બ્રશથી લગાવો. તેનાથી કાજલ ઝડપથી સૂકાઈ જશે અને લાંબો સમય ટકી રહેશે.

પ્રતિકાત્મક ફોટો

લોંગ સ્ટે વાળી કાજલ લગાવો

જો આંખોની સુંદરતા જાળવી રાખવી છે તો લાંબો સમય ટકી રહે તેવી કાજલ લગાવો. તેનાથી તમે જે પણ આઈમેકઅપ કરશો તેનો લૂક નિખરશે. કાજલ સારી કંપનીની વાપરો તે જરૂરી છે જેથી આંખોને નુકસાન ન થાય.

કાજલ લગાવ્યા બાદ ભૂલ્યા વિના લગાવો આઈશેડો

કાજલ લગાવ્યા બાદ વોટર લાઈનની બહાર થોડો આઈશેડો લગાવો. તેને બ્રશથી ફેલાવીને મર્જ કરી લો. તેનાથી કાજલ ફેલાશે નહીં અને આંખો ખૂબ જ સુંદર લાગશે. 

સંકળાયેલા મુદ્દાઓ

5 tips for kajal Apply Kajal Beauty tips Good Look આ રીતે લગાવો કાજલ બ્યૂટી ટિપ્સ beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ