ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / 36 percent of internet users in india report

રિપોર્ટ / ઇન્ટરનેટ યુઝર્સની ટકાવારીમાં ભારત અનેક દેશોથી પાછળ, મહિલા કરતા પુરુષો આગળ

Published By: vtvAdmin

Last Updated: 12:03 AM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વની તુલનામાં ભારતમાં ઇન્ટરનેટના દર એકંદરે સૌથી ઓછાં છે. જોકે તેની સામે ભારતના હજુ માત્ર બે તૃતીયાંશ લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ જાણકારી ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (IAMAI)એ એક અહેવાલમાં આપી છે.

ADVERTISEMENT

  • ભારતમાં ફક્ત 36 ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે
  • 28 ટકા મહિલાઓ, 67 ટકા પુરુષો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે
  • ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કુલ 45.1 કરોડ

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફક્ત 36 ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે અમેરિકામાં 86 ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. તુર્કી, ચીન અને રશિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા અનુક્રમે 83, 60 અને 76 ટકા છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા કુલ 45.1 કરોડ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ફક્ત 33 ટકા મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાં શહેરી વિસ્તારની મહિલાઓની ટકાવારી 38 ટકા છે. 

જયારે ગ્રામ્ય વિસ્તારની 28 ટકા મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ મામલે દેશમાં મહિલા કરતા પુરુષોની સંખ્યા ખાસ્સી વધુ છે. દેશમાં 67 ટકા પુરુષો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. IAMAIએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા 86 ટકા લોકો 4 જી નેટવર્ક, 13 ટકા લોકો 3 જી નેટવર્ક, 4 ટકા લોકો 2 જી નેટવર્ક અને 6 ટકા લોકો વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. 

IAMAIના અનુસાર, 99 ટકા યુઝર્સ મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જયારે લેપટોપ પર 6 ટકા, ડેસ્કટોપ પર 4 ટકા લોકો ઇન્ટરનેટ યુઝ કરે છે. દેશમાં ટેબ્લેટ પર માત્ર એક ટકા લોકો ઇન્ટરનેટ વાપરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IAMAI India Internet Tech Update report technology news ગુજરાતી ન્યૂઝ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ