ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ

ગુજરાત / અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ

Last Updated: 08:16 AM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી પત્રકાંડ મુદ્દે મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનમાં વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.

દીકરીનું જુલુસ નીકળતા વિવાદ

મહત્વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.

વધું વાંચો: બેટ દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી પર વિવાદીત પોસ્ટ, જીલ્લા SPએ આપ્યા તપાસના આદેશ

શું છે ઘટનાક્રમ ?

કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Police Amreli News payal goti amreli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ