બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બેટ દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી પર વિવાદીત પોસ્ટ, જીલ્લા SPએ આપ્યા તપાસના આદેશ

અપડેટ / બેટ દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી પર વિવાદીત પોસ્ટ, જીલ્લા SPએ આપ્યા તપાસના આદેશ

Last Updated: 11:47 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેટદ્વારકામાં ડિમોલિશનને લઈને સરકાર વિરૂદ્ધ વિવાદીત પોસ્ટ કરવામાં આવી છે, વિવાદીત પોસ્ટને લઈને જિલ્લા SPએ આપ્યા તપાસના આદેશ

દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત છે. બાલાપર વિસ્તારમાં કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે ડિમોલિશનને લઈને સરકાર વિરૂદ્ધ એક્સ પર વિવાદીત પોસ્ટ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે આ વિવાદીત પોસ્ટને લઈ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

CaptureCapture2

SPએ તપાસના આદેશ આપ્યા

જે વિવાદીત પોસ્ટમાં તંત્ર સામે કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથો સાથ તેમની આપવીતી વર્ણવી હોય તેવું પોસ્ટમાં લખાણ લખ્યું છે. ત્યારે આ મામલે SPએ તપાસના આદેશ આપ્યા છે. આ પોસ્ટ @mars_361 ના એક્સ અકાઉન્ટ ઉપર કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, 2 દિવસથી બેટદ્વારકાના બાલાપરમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. જેમાં લગભગ 80 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.

Capture3Capture4

આ પણ વાંચો: સુરતથી પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

PROMOTIONAL 12

9.5 કરોડની જમીન પરના દબાણ દૂર કરાયા

બેટ દ્વારકામાં બીજ દિવસે પણ બાલાપર વિસ્તારમાં ડિમોલિશન યથાવત જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે તો આ તરફ અત્યાર સુધી 80 થી વધુ બાંધકામો તોડવામાં આવ્યા છે. વિગતો મુજબ હજુ પણ આગામી બે દિવસ ડિમોલિશન યથાવત રહેશે. તંત્ર દ્વારા અંદાજે 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા છે. અત્યાર સુધી 16500 સ્કેવર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની આ કાર્યવાહી દરમિયાન 1 SP, 3 DySp અને 1000 જેટલા પોલીસ અને SRP જવાનો બંદોબસ્તમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Demolition Dwarka Controversial Post Dwarka Demolition Proceedings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ