ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / 2018-maruti-suzuki-ciaz-launched-in-india-know-price-specifications-mileage-features-details

NULL / Maruti Suzuki Ciaz ભારતમાં લોન્ચ જાણો કિંમત અને ફિચર્સ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Maruti Suzuki Ciaz ફેસલિફ્ટ મોડલને ભારતમાં ઑફિશ્યલી લોન્ચ કરવામાં આવી દીધું છે. તેની સમગ્ર ભારતમાં એક્સ શોરૂમ કિંમત 8.19 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સી સેગમેન્ટ Sedanના કુલ 11 વેરિયેન્ટ્સ છે અને તેમાં 2 એન્જિન ઑપ્શન પેટ્રોલ અને ડિઝલ મળશે. આ કાર સાત કલર્સમાં ઉપલબ્ધ રહેશે.

નવી Maruti Suzuki Ciaz  ફ્રન્ટ લૂકને ગ્રિલ ડિઝાઇનથી રિવાઇઝ કરવામાં આવી છે. આ ગ્રિક ક્રોમ સ્ટ્રિપથી લેસ છે. તેમાં રી ડિઝાઇન્ડ હેડલેમ્પ્સ છે. પ્રોજેક્ટર હેડલેમ્પ યુનિટમાં હોરિજોન્ટલ એલઇડી ડે ટાઇમ રનિંગ લાઇટ્સ છે. જ્યારે ફ્રંટ બંપરમાં સર્ક્યુલર ફોગ લેમ્પ્સથી અપડેટ કરાયા છે. તેની ચારેય બાજુ મેટલ ફિનિશ જોવા મળશે. 2018ની Maruti Suzuki Ciazના પાછળના ભાગથી જોઇએ તો ટેપ લાઇટોમાં નવા લાઇટિંગ સિગ્રેન્ચર અને રિવાઇન્ડ બમ્પર જોવા મળશે. નવા અલોય વ્હીલ્ઝ પણ તેમાં એક ખાસ અપડેટ છે.

નવી Ciaz ઇન્ટીરિયરમાં રિફ્રેશ્ડ કેબિન છે. ઇન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટરને 4.2 ઇંચ ટીએફટી સ્ક્રીન એડિશનલ ઇન્ફોર્મેશન અને નવા કલરથી અપડેટ કરાયુ છે. ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં પહેલાથી વધારે સારું મ્યૂઝિક સિસ્ટમ નેવિગેશન બ્લૂટૂથ અને યૂએસૂબી ક્નેક્ટિવિટી અને સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન છે. 

ફિચર્સની વાત કરવામાં આવે તો નવી Maruti Ciaz પૂશ સ્ટાર્ટ સ્ટોપ ક્રૂઝ કંટ્રોલ ઇલેક્ટ્રિક મિરર્સ કિલેસ એન્ટ્રી ઓટો એસી રિયર એસી વેન્ટ્સ સેન્ટર આર્મ રેસ્ટ ડ્રાઇવર હાઇટ એજસ્ટમેન્ટ ઓટોમેટિક હેડલેમ્પ્સ રિવર્સ પાર્કિંગ સેન્સર ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સ્પીડ  એલર્ટ સિસ્ટમ છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેમાં ડ્યુઅલ એરબેગ્સ એબીએસ ઇબીડી વગેરે ફિચર આપેલા છે. 

નવી Ciaz 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન છે જે 6000 rpm પર 103 બીએચપી પાવર અને 4000 આરપીએમ પર 138 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. 4 સિલિન્ડર મોટરથી લેસ આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન છે. તો ડિઝલ મોડલમાં 1.3 લીટર DDis એન્જિન છે. જે 89 બીએચપી પાવર અને 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનને મારૂતિના SHVS હાઇબ્રિડ સિસ્ટમથી લેસ કરાયા છે.

કંપનીનો દાવો છે કે પેટ્રોલ એન્જિનની માઇલેજ 21.56 કિમી પ્રતિ લિટર હશે. તેના ઓટોમેટિક ટ્રાન્સમિશન વર્ઝનની માઇલેજ 21.28 કિમી પ્રતિ લીટર હશે. તો ડિઝલ મોડલ 28.09 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપવામાં સક્ષમ છે. એવામાં તે પોતાના ક્લાસની સૌથી ફ્યૂલ એફિશિયન્ટ કાર કહી શકાય.

અપડેટેડ Maruti Ciazનો  સી સેગમેન્ટ Sedanમાં હોન્ડા સિટી હ્યુંડાઇ વર્ના ફોક્સવેગર વેન્ટો સ્કોડા રેપિડ અને હાલમાં જ આવેલી ટોયેટા યારીસ કાર્સની સાથે સરખામણી થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ