ન્યૂઝ અપડેટ્સ
VTV / 16% Population Fully Jabbed, 42 Districts Clocking Over 100 Cases Daily, Health Min Says
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે હજુ 42 જિલ્લામાંથી હજુ પણ રોજના 100 થી વધારે કેસ આવી રહ્યાં છે. કેરળમાં એક લાખ કરતા પણ વધારે કેસો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સક્રિય કેસો 10,000 થી એક લાખની વચ્ચે છે.

ADVERTISEMENT
પોઝિટિવીટી રેટ 3 ટકા કરતા ઓછો
ભુષણે જણાવ્યું કે કોરોના વાયરસના 69 ટકા કેસો એકલા કેરળમાં છે. તેમણે એવું પણ જણાવ્યું કે દેશમાં હજુ કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી. લોકોએ હજુ પણ વધારે એલર્ટ રહેવુ પડશે. સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે સતત 9 મા અઠવાડિયે દેશમાં અઠવાડિક પોઝિટિવીટી રેટ 3 ટકા કરતા ઓછો રહ્યો છે. દેશના 38 જિલ્લામાં અઠવાડિક પોઝિટિવીટી રેટ 5-10 ટકાની વચ્ચે છે.
દેશમાં 54 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે દેશમાં 54 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. દેશની 16 ટકા વસતીએ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. તેમણે કહ્યું કે દરેક દેશ પોતાની જનસંખ્યા, ઈકોનોમી અને સામાજિક વ્યવસ્થાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી કામ કરે છે. અમે આ ઉદ્દેશોની પ્રાપ્તિ કરીશું અને જોઈશું કે વેક્સિન બીજા દેશોને આપવાનો સારો સમય કયો છે.
.jpg)
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રાલયનું લેટેસ્ટ અપડેટ
- 18 ટકા વસતીને કોરોના વેક્સિનને પહેલો ડોઝ મળ્યો
- રસીકરણ પછી પણ માસ્ક પહેરવું જોઈએ
- ઘણી સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવતી નથી, તેઓએ આગળ આવવું જોઈએ.
- બીજી લહેર હજુ પુરી થઈ નથી. લોકોએ કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ.
- ફક્ત 42 જિલ્લામાં રોજના 100 કેસો આવી રહ્યાં છે
- કેરળમાં 1 લાખથી વધારે એક્ટિવ કેસ
- વેક્સિનનો બીજો ડોઝ ખૂબ મહત્વનો છે
- દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 300 કેસો છે
- સરકાર નવા વેરિયન્ટ C.1.2 પર પગલાં ભરી રહી છે.
કોરોના વાયરસ મ્યુટેન્ટ થયો તો આખી વ્યવસ્થાની ધ્રુજાવી દેશે-વીકે પોલ
ADVERTISEMENT
નીતિ આયોગના મેમ્બર વીકે પોલે જણાવ્યું કે લોકોએ ઘરમાં રહીને તહેવારો મનાવવા જોઈએ. જો કોરોના વાયરસ મ્યુટેન્ટ થયો તો આખી વ્યવસ્થાની ધ્રુજાવી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો