બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 104 Youtube channels blocked for spreading misinformation: Govt tells Rajya Sabha

દૂષણ / સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરી દેજો નહીંતર કાર્યવાહી, સરકારે કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 09:55 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવા બદલ તમારા એકાઉન્ટ તત્કાળ બંધ થઈ શકે છે અને પછી તમે તે ફરી વાર નહીં ચલાવી શકે.

  • સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનું મોટું દૂષણ
  • 104 યુટ્બૂબ ચેનલ, 45 વીડિયો સહિત મોટા એકાઉન્ટ બ્લોક 
  • કેટલાક ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરાયા
  • આઈટી મિનિસ્ટર અનુરાગ ઠાકુરે  લોકસભામાં આપી માહિતી   

ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટા, વોટ્સએપ, ટેલિગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર લોકો જાણીજોઈને ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે પરંતુ આ બધામાં તેઓ તેઓ એકાઉન્ટ ગુમાવી બેસતા હોય છે. 

ફેક ન્યૂઝ ફેલાવનાર સોશિયલ મીડિયાની સામે કાર્યવાહી 
કેન્દ્રીય આઈટી મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એવી માહિતી આપી કે ફેક ન્યૂઝ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરુપ માહિતી આપવા બદલ 104 યુટ્યૂબ ચેનલ, 45 વીડિયો, ચાર ફેસબુક એકાઉન્ટ, ત્રણ ઈન્સ્ટા, પાંચ ટ્વિટર અને છ વેબસાઈટને બ્લોક કરી દેવાઈ છે. 

ફેક ન્યૂઝ ફેલાવનારની સામે આગળ પણ કાર્યવાહી
કેન્દ્રીય મંત્રી સંસદને એવી પણ જાણ કરી કે ફેક ન્યૂઝ ફેલાવનારની સામે સરકાર આગળ પણ કાર્યવાહી કરતી રહેશે. સરકારની આ કાર્યવાહી બાદ લોકોએ હવે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરી દેવું જોઈએ. લોકો ઘણી વાર ફેમસ થવા માટે જાણીજોઈને ખોટેખોટા સમાચાર ફેલાવતા હોય છે. 

30 કરોડ વ્યૂ અને 33 લાખ સબસ્ક્રાઈબર ધરાવતી ત્રણ ચેનલ પણ બ્લોક 
ફેક ન્યૂઝ ફેલાવવા બદલ સરકારે ગઈકાલે પણ 3 ન્યૂઝ ચેનલોને બ્લોક કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે આ પહેલા પણ અનેક વાર ફેક ન્યૂઝ યૂઝર્સની સામે કાર્યવાહી કરી છે. તેમ છતાં પણ લોકો સુધરતા નથી. આ ત્રણ ચેનલો 30 કરોડ વ્યૂ અને 33 લાખ સબસ્ક્રાઈબર ધરાવતી હતી. 

સેક્સ્યુઅલ કન્ટેન્ટવાળી વિજ્ઞાપનની ઓળખ
બાળકોને ટાર્ગેટ કરતી સેક્યુઅલ ટાઈપની જાહેરખબરના સવાલ પર ઠાકુરે એવું કહ્યું કે નિયમોનો ભંગ કરતી સેક્સ્યુઅલ  કન્ટેન્ટવાળી વિજ્ઞાપનની ઓળખ કરવામાં આવી રહી છે અને તેને બનાવનારને નોટીસ આપવામાં આવી રહી છે. તેમણે ઓટીટી કન્ટેન્ટ માટે એજ કેટેગરી પણ જણાવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Fake News Union Minister Anurag Thakur ફેક ન્યૂઝ યુનિયન મિનિસ્ટર અનુરાગ ઠાકુર Fake News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ