બ્રેકિંગ ન્યુઝ
VTV / 100 crore approved for development of coronavirus vaccine in the country
Last Updated: 08:36 AM, 14 May 2020
ADVERTISEMENT
કોરોનાથી લડવા માટે પ્રાઈમ મિનિસ્ટર સિટીજન આસિસ્ટેન્સ એન્ડ રિલિફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન (પીએમ કેર્સ) ફંડમાંથી રૂ .3100 કરોડનો પ્રથમ હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 2000 કરોડ વેન્ટિલેટર ખરીદવા ઉપયોગમાં લેવાશે. જ્યારે 1000 કરોડ રૂપિયા પરપ્રાંતિય મજૂરો માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં કોરોના રસીના વિકાસ માટે 100 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ભંડોળ ખાસ કરીને રોગચાળા સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે.
આની સ્થાપના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 માર્ચ 2020 ના રોજ કરી હતી. સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન અને નાણામંત્રી તેની સુકાન સમિતિના સભ્યો છે. દેશમાં ઉત્પાદિત 50 હજાર વેન્ટિલેટર પીએમ કેર તરફથી આપવામાં આવેલી રકમમાંથી ખરીદવામાં આવશે. દેશની કંપનીઓ પાસેથી ખરીદવામાં આવનારા આ વેન્ટિલેટર તમામ રાજ્યોની સરકારી હોસ્પિટલોમાં પૂરા પાડવામાં આવશે.
ADVERTISEMENT
પરપ્રાંતિય મજૂરોને રાહત આપવા માટે રૂ. 1000 કરોડની રકમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે. જિલ્લા કલેકટરો અને કોર્પોરેટરો ગરીબ અને સ્થળાંતરીત મજૂરો માટે રહેવા, ખાવા, મેડિકલ અને પરિવહનની વ્યવસ્થા કરશે. રાજ્યની વસ્તી અને ચેપને ધ્યાનમાં રાખીને આ રકમ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.